સામગ્રી (2 વ્યક્તિઓ માટે)
4 રોટલી
1/4 કપ મકાઈ
1/2 કપ કોબીજ
1/2 ટીસ્પૂન આમચૂર પાઉડર
1 ટીસ્પૂન લાલ મરચું
2 ટેબલસ્પૂન મેયોનિઝ
2 ટીસ્પૂન બટર
1/2 કપ ડુંગળી
1/2 કપ ગ્રીન કેપ્સિકમ
1 ટેબલસ્પૂન તેલ
1/2 ટેબલસ્પૂન ધાણાજીરું
2 ટેબલસ્પૂન ટોમેટો કેચઅપ
4 ટુકડા ચીઝ ક્યૂબ
મીઠું સ્વાદ અનુસાર
ચપાતી સેન્ડવિચ બનાવાની રીત
એક વાટકામાં તેલ ગરમ મૂકો. તેમાં સમારેલા કેપ્સિકમ, ડુંગળી અને મકાઈ સાંતળી દો. થોડીવાર સુધી સાંતળ્યા પછી તેમાં આમચૂર પાઉડર, ધાણાજીરું, લાલ મરચું અને મીઠું ઉમેરો. બરાબર હલાવી લો. જો આ મિશ્રણ ડ્રાય લાગે તો તેમાં બે-ત્રણ ચમચી પાણી નાખો. છેલ્લે સમારેલી કોબી ઉમેરીને બીજી બે મિનિટ સુધી ચડવા દો અને પછી ગેસ બંધ કરી દો.
બનાવવાની રીત
હવે તૈયાર કરેલા આ મિશ્રણમાં ટોમેટો કેચઅપ અને મેયોનિઝ ઉમેરો અને હળવા હાથે હલાવી દો. હવે વધેલી રોટલીઓ પર શાકભાજીનું આ તૈયાર કરેલું મિશ્રણ પાથરી દો. રોટલીના એક ભાગમાં આ મિશ્રણ બરાબર પાથરો અને પછી તેના પર થોડું છીણેલું ચીઝ ભભરાવો. હવે બીજી તરફનું રોટલીનું પડ બંધ કરી દો.
બનાવવાની રીત
હવે એક પૅનમાં બટર મૂકો. ગરમ થાય એટલે તેના પર તૈયાર કરેલી ચપાતી સેન્ડવિચ મૂકો. ગોલ્ડ બ્રાઉન થાય ત્યાં સુધી બંને તરફના પડને શેકી લો. ત્યારબાદ ચપાતી સેન્ડવિચને વચ્ચેથી કાપી લો અને સર્વ કરો.