સામગ્રી
2 કપ મેંદો
સ્વાદાનુસાર મીઠું
1 ટી સ્પૂન બેકિંગ પાઉડર
1 કપ દહીં
જરૂર મુજબ પાણી
1 કપ છીણેલું ચીઝ
2 નંગ સમારેલી તીખા લીલા મરચાં
1 ટી સ્પૂન ચાટ મસાલો
1 ટી સ્પૂન તેલ
3-4 ચમચી સમારેલી કોથમીર
જો તમને ગળ્યું ભાવતું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બદામનો હલવો, સરળ છે રેસિપી
સ્ટેપ 1
એક બાઉમાં મેંદો, મીઠું તેમજ બેકિંગ પાઉડર લઈને મિક્સ કરી લો. હવે તેમાં દહીં ઉમેરીને ફરીથી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં થોડુ-થોડુ પાણી ઉમેરતા જઈને સોફ્ટ કણક બાંધી લો. કણક બંધાઈ જાય એટલે સુતરાઉ કાપડથી ઢાંકીને તેને 30 મિનિટનો રેસ્ટ આપો.
સ્ટેપ 2
સ્ટફિંગ બનાવવા માટે એક બાઉલમાં છીણેલું ચીઝ, સમારેલા તીખા લીલા મરચા અને ચાટ મસાલો લઈને મિક્સ કરી લો. તો સ્ટફિંગ તૈયાર છે.
સ્ટેપ 3
30 મિનિટના રેસ્ટ બાદ કણકને તેલથી સરસ રીતે કેળલી લો. બાદમાં તેમાથી મીડિયમ સાઈઝના લૂવા કરી દો
પોપ્યુલર સાઉથ ઈન્ડિયન ડિશ ‘રસમ’ હવે ઘરે બનાવો, તો ચાલો શીખી લો રેસિપી
સ્ટેપ 4
લૂવાને હાથથી થેપી દો. ત્યારબાદમાં તેમાં 1 ચમચી જેટલું સ્ટફિંગ ભરીને ચારેબાજુથી વાળી લો. હવે મેંદાનું અટામણ લઈને કુલચા પર થોડી કોથમીર ભભરાવીને વણી લો, જેથી કોથમીર કુલચા પર સરસ રીતે ચોંટી જાય.
સ્ટેપ 5
કુલચાની એક તરફ પાણી લગાવી દો. પેન ગરમ કરવા મૂકો. પેન ગરમ થાય એટલે પાણી લગાવેલો ભાગ નીચે રહે તે રીતે કુલચાને પેનમાં મૂકો. થોડીવાર બાદ પેનને ઊંઘુ કરીને બીજી સાઈડ પણ શેકી લો. તો તૈયાર છે ચીઝ કુલચા. કુલચાને તમે પંજાબી શાક અથવા અથાણા સાથે પણ સર્વ કરી શકો છો.