પાન ઠંડાઈ પીવામાં ખુબ જ મજેદાર હોય છે. અને તેને બનાવવી પણ ખુબ સરળ છે. ઠંડાઈ એ ઉતર ભારતનું એક મશહુર શરબત છે. દૂધવાળી ઠંડાઈ પીવાથી મન – મગજને ખુબ શાંતિ મળે છે.
પાન ઠંડાઈ બનાવવા માટેની સામગ્રી –
પાન 2 નંગ, 1/2 વાટકી પિસ્તા, 4 – 5 લીલી એલચી, 2 ટેબલસ્પૂન સોંફ, 2 કપ દૂધ, 2 ટેબલસ્પૂન ખાંડ
પાન ઠંડાઈ બનાવવાની રીત –
સૌથી પહેલા મિક્સર જારમાં પાનના પતા, સૌંફ, પિસ્તા, એલચી, ખાંડ અને અડધું કપ દૂધ નાંખીને ગ્રાઈન્ડ કરો. પછી બાકીનું દૂધ નાંખો અને ફરીથી બ્લેન્ડ કરો. હવે ઠંડાઈને ગાળી લો. તમારી સ્વાદિષ્ટ પાન ઠંડાઈ હવે તૈયાર છે. એક સર્વિંગ ગ્લાસમાં બરફ નાંખીને સર્વ કરો. અને તેનો મજેદાર સ્વાદ માણો.