હાંડવો ખાવાની તો ખૂબ મજા આવે છે પરંતુ ઘણાને તેને બનાવવાની રીત ખબર હોતી નથી. તો આજે તમને જણાવીએ પૌષ્ટિક હાંડવો બનાવવાની રીત. આ રીતે તમે હાંડવો ઘરે બનાવી તેને ચા સાથે માણી શકો છો.
સામગ્રી
દાળ 100 ગ્રામ
ચણા દાળ 100 ગ્રામ
અડદ દાળ 100 ગ્રામ
મગ દાળ 100 ગ્રામ
ચોખા 250 ગ્રામ
શાકભાજી જરૂર મુજબ
ખમણેલ ગાજર, દુધી, કોબીજ, બટેટા
સમારેલા કેપ્સિકમ, પાલક, મેથી, કોથમીર
આદુ, મરચાં અને લસણની પેસ્ટ.
મીઠું સ્વાદ મુજબ
રીત
બધી દાળ અને ચોખાને અલગ અલગ આઠ કલાક પલાળીને ગ્રાઈન્ડ (કરકરૂ) કરવુ. બધુ એકરસ થાય એમ મિક્સ કરી અંદર આદુ મરચાં લસણની પેસ્ટ નાખી ખમણેલ, સમારેલ શાકભાજી અને દાણા નાખી મિક્સ કરવું. ફ્રાઈંગ પાનમાં તજ, લવીંગ, મીઠો લીમડો, રાય જીરું અને હીંગનો વઘાર કરી તૈયાર ખીરાને પ્રમાણમાં નાખી એક સાઈડ કડક કરી બીજી બાજુ કડક કરવું. કોથમીર મરચાં ની ચટણી અને ચા સાથે માણવા ગરમ હાંડવો તૈયાર છે.