લંડન, : ક્રિકેટના કાયદાના સંરક્ષક ગણાતા મેરિલબોન ક્રિકેટ ક્લબ (ઍમસીસી)ઍ કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન રવિચંદ્રન અશ્વિન દ્વારા રાજસ્થાન રોયલ્સના જોસ બટલરને માકંડિગ રનઆઉટ કરવાના કિસ્સાની સમીક્ષા કર્યા પછી પોતાના આગલા વલણમાં ફેરફાર કરીને અશ્વિનના આ પગલાને સ્પોર્ટ્સમેન સ્પિરીટ વિરુદ્ધનું ગણાવ્યું હતું. આ પહેલા ઍમસીસીઍ ઘટના સમયે ઍવું નિવેદન કર્યુ હતું કે નોન સ્ટ્રાઇકરને ચેતવણી આપવી ઍ ક્રિકેટના નિયમમાં ક્યાંય લખ્યું નથી.
ઍમસીસીના લો મેનેજર ફ્રેજર સ્ટીવર્ટે અહીં ઍવું કહ્યું હતું કે આ કિસ્સાની સમીક્ષા કર્યા પછી અમને ઍવું લાગ્યું છે કે તે સ્પોર્ટસમેન સ્પિરીટ વિરુદ્ધનું હતું. અમારુ માનવું છે કે અશ્વિને ક્રિઝ સુધી પહોંચવા અને અટકવા વચ્ચે વધુ સમય લીધો હતો, આ સ્થિતિમાં બેટ્સમેન ઍવી આશા કરે છે કે બોલ નાંખી દેવાયો છે. બટલરે પણ ઍવું જ વિચાર્યુ હશે કે બોલ ફેંકી દેવાયો છે. આ પહેલા ઍમસીસીઍ મંગળવારે ઍવું ક્હ્યુ હતું કે ક્રિકેટના નિયમોમાં ઍવું ક્યાય નથી લખ્યું કે નોન સ્ટ્રાઇકરને ચેતવણી આપવામાં આવે. ઍ ક્રિકેટની સ્પોર્ટ્સમેન સ્પિરીટ વિરુદ્ધનું છે કે નોન સ્ટ્રાઇકર ક્રિઝ બહાર નીકળે કે જેથી તેને ફાયદો મળે.
અશ્વિનને મદનલાલની સલાહ, તારા લેવલના ખેલાડીઍ માકંડિંગ ન કરવું જાઇઍ
નવી દિલ્હી, : ભારતીય ટીમના માજી ઓલરાઉન્ન્ડર મદન લાલે ગરૂવારે કહ્યું હતું કે રવિચંદ્રન અશ્વિન જેવા મોટા ખેલાડીઍ જાસ બટલરને માકંડિંગ ન કરવું જાઇતું હતું. મદનલાલે અહીં ઍક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે અશ્વિનનું લેવલ અને ઇન્ટરનેશનલ કેરિયરને ધ્યાને લેતા મને નથી લાગતું કે તેણે જે કંઇ કર્યુ તે યોગ્ય હોય. તે ઘણો મોટો ખેલાડી છે અને આ હરકત ઘણી નીચલી પાયરીની છે. તેમણે સાથે જ કહ્યું હતું કે બટલરના સ્થાને જા કોહલી હોત તો તેની આનાથી પણ વધુ ટીકા થઇ હોત. અશ્વિન કદાચ પોતાના સ્થાને સાચો પણ હોય છતાં તેણે આવું કરવું જાઇતું નહોતું.