જયપુર : કિંગ્સ ઇલેવન પંજાબના આક્રમક અોપનર ક્રિસ ગેલે આજે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ૪૦૦૦ રન પુરા કર્યા હતા, તે આ લીગમાં સૌથી ઝડપી ૪૦૦૦ રન પુરા કરનારો ખેલાડી બન્યો હતો. તેની સાથે જ તે આઇપીઍલમાં આ આંકડો પુરો કરનારો ડેવિડ વોર્નર પછી બીજા વિદેશી ખેલાડી બન્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદનો વોર્નર જ ઍકમાત્ર ઍવો વિદેશી ખેલાડી હતો જેણે આ આંકડો પુરો કર્યો હતો. ગેલ ૪૭ બોલમાં ૮ ચોગ્ગા અને ૪ છગ્ગાની મદદથી ૭૯ રન કર્યા હતા. સાથે જ તેણે મયંક અગ્રવાલ અને સરફરાઝ ખાન સાથે અર્ધશતકીય ભાગીદારીઓ કરી હતી.
ગેલે આઇપીઍલમાં સૌથી ઝડપી ૪૦૦૦ રન પુરા કરનારો ખેલાડી બન્યો હતો. તેણે ૧૧૨ ઇનિંગમાં આ આંકડો પુરો કર્યો હતો. આ પહેલા ડેવિડ વોર્નર ૧૧૪ ઇનિંગમાં ૪૦૦૦ રન પુરા કરી ચુકયો હતો. વિરાટ કોહલી ૧૨૮ ઇનિંગમાં આ આંકડો પુરો કરી ચુકયો છે.

Chris Gayle of Kings XI Punjab bats during match 4 of the Vivo Indian Premier League Season 12, 2019 between the Rajasthan Royals and the Kings XI Punjab held at the Sawai Mansingh Stadium in Jaipur on the 25th March 2019Photo by: Deepak Malik /SPORTZPICS for BCCI