બેંગલુરૂ : આઇપીઍલની ૧૨મી સિઝનની મુંબઇ ઇન્ડિયન્સ સામે રમતી વખતે વિરાટ કોહલીઍ આઇપીઍલ કેરિયરના ૫૦૦૦ રન પુરા કર્યા હતા. આમ તો આઇપીઍલમાં સૌથી પહેલા ૫૦૦૦ રન ચેન્નઇ સુપર કિંગ્સના સુરેશ રૈનાઍ પુરા કર્યા છે, પણ વિરાટ કોહલીઍ સૌથી ઝડપી ૫૦૦૦ રન પુરા કર્યા છે. રૈનાઍ આઇપીઍલની ૧૭૮ મેચની ૧૭૪ ઇનિંગમાં આ આંકડો પુરો કર્યો હતો. જ્યારે કોહલીઍ ૧૬૫ મેચની ૧૫૭ ઇનિંગમાં ૫૦૦૦ રન પુરા કર્યા હતા. મતલબ કે તેણે આ આંકડા પર પહોંચવામાં રૈના કરતાં ૧૭ ઇનિંગ ઓછી લીધી છે.
