કોલકાતા : કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રવિવારે અહીં રમાયેલી મેચથી આઇપીઍલમાં ઍક વર્ષ બાદ વાપસી કરનારા ડેવિડ વોર્નરે ધમાકેદાર ઇનિંગ રમી ૫૩ બોલમાં ૮૫ રની તોફાની ઇનિંગ રમીને આઉટ થયો તે પહેલા પોતાની ૩૭મી અર્ધસદી પુરી કરી હતી. આ સાથે જ તે આઇપીઍલ ૨૦૧૯માં પહેલી અર્ધસદી વિંઝનારો ખેલાડી બનrvs આઇપીઍલમાં સર્વાધિક અર્ધસદી મામલે તે ગૌતમ ગંભીરથી આગળ નીકળીને પહેલા ક્રમે પહોંચી ગયો હતો.
તેણે આઇપીઍલમાં ૧૧૫મી મેચમાં ૩૭મી અર્ધસદી ફટકારી હતી. અત્યાર સુધી તે અને ગંભીર ૩૬ અર્ધસદી સાથે ઍકસાથે બેઠા હતા. પોતાની આ ઇનિંગ દરમિયાન વોર્નરે કોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ ૭૦૦ રન પણ પુરા કર્યા હતા અને તે કેકેઆર સામે ૭૦૦થી વધુ રન કરનારો પ્રથમ વિદેશી ખેલાડી બન્યો હતો. તેના નામે કેકેઆર સામે કુલ ૭૬૧ રન છે અને તે અત્યાર સુધી આ યાદીમા ૭૫૭ રન સાથે ટોપ પર રહેલા રોહિત શર્માને ઓવરટેક કરી ગયો હતો.
