નવી દિલ્હીઃ આજે પૂર્વ ભારતીય ક્રિકેટર અને ઓલરાઉન્ડર યુવરાજસિંહનો જન્મદિવસ છે. યુવરાજે સોશિયલ મીડિયા પર ઘોષણા કરી કે ચાલુ વર્ષે જન્મદિવસની ઉજવણી કરવાના હવે તે એવી અપેક્ષા રાખશે કે ખેડૂતો અને સરકાર વચ્ચેનો તણાવ સમાપ્ત થઇ જાય. તેની સતે તેમણે પોતાના પિતાના તે નિવેદનથી પોતાને અલગ કર્યો જેમાં તેમણે કહ્યુ હતુ કે આંદોલનના સમર્થનમાં ખેલાડીઓએ પોતાના એવોર્ડ પરત કરી દેવા જોઇએ.
ટ્વિટર એક પોસ્ટ કરતા યુવરાજે કહ્યુ કે, ખરેખર ખેડૂત દેશની જાન છે અને તેમને લાગે છે કે શાંતિપૂર્વક વાતચિતથી સમસ્યાનો ઉકેલ નીકાળી શકાય છે.
તેણે વધુમાં લખ્યુ કે, બર્થ ડે પોતાની ઇચ્છાઓ પૂરી કરવાની એક તક હોય છે અને આ બર્થ-ડે પર હુ સેલિબ્રેશન કરવાના બદલે માત્ર એટલી જ માંગણી કરુ છે અને પ્રાર્થના કરુ છુ કે આપણા ખેડૂતો અને આપણી સરકારની વચ્ચે ચાલી રહેલી મંત્રણાનો જલ્દીથી જલદી કોઇ પરિણામ આવે.
યુવરાજે પોસ્ટમાં લખ્યુ કે, હુ મિસ્ટર યોગરાજ સિંહે આપેલા નિવેદનથી દુઃખી છુ અને નિરાશ છુ. હું સ્પષ્ટતા કરવા માંગુ છુ કે તેમનું નિવેદન વ્યક્તિગત છે અને કોઇ રીતે મારા વિચાર સાથે સુસંગત નથી.
યુવરાજના પિતા યોગરાજ સિંહે કહ્યુ હતુ કે, ખેડૂતો યોગ્ય માંગણી કરી રહ્યા છે. સરકારોએ તેમની વાત સાંભળવ જોઇએ. હવે સમય આવી ગયો છે કે સરકારે તેનો ઉકેલ લઇને સામે આવવુ જોઇએ અને હુ તે ખેલાડીઓનું સમર્થન કરીશ જેઓ પોતાના એવોર્ડ પરત કરી રહ્યા છે.