સેન્ટ જોન્સ : 30મી મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થઇ રહેલા આઇસીસી વર્લ્ડ કપ માટે વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડ દ્વારા જેનસ હોલ્ડરની આગેવાની હેઠળ 15 સભ્યોની ટીમ જાહેર કરવામાં આવી છે. આ ટીમમાં આન્દ્રે રસેલને સ્થાન મળ્યું છે. આઇપીએલમાં કોલકાતાનાઇટ રાઇડર્સ વતી દોરદાર પ્રદર્શન કરવાને કારણે રસેલને આઇપીએલ ફળી હોવાનું માનવામાં આવે છે. તેણે એકલા હાથે કેકેઆરને ચાર મેચમાં વિજેતા બનાવી છે. જો કે આ ટીમમાં કોલકાતા નાઇટ રાઇડર્સ વતી રમતા સ્પિન ઓલરાઉન્ડર સુનિલ નરીન અને મુંબઇ ઇન્ડિયન્સ વતી રમતા ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડનો સમાવેશ નથી કરાયો.
BREAKING: @windiescricket name their #CWC19 squad! pic.twitter.com/Ca61nyDmc8
— Cricket World Cup (@cricketworldcup) April 24, 2019
વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટે પસંદગીકારોની સાથે ટિ્વટર પર લાઇવ ટેલિકાસ્ટમાં ટીમની જાહેરાત કરી હતી. આ ટીમમાં ઘણાં નવા ખેલાડીઓને સ્થાન અપાયું છે કે જેઓ પહેલીવાર વર્લ્ડ કપ રમવા જશે. એ ઉલ્લેખનીય છે કે આન્દ્રે રસેલ લાંબા સમયથી ટીમમાંથી બહાર છે અને તેને આ વખતે આઇપીએલમાં કરેલું જોરદાર પ્રદર્શન ફળ્યું છે. લગભગ એક વર્ષ પછી રસેલને વેસ્ટઇન્ડિઝ ટીમમાં સામેલ કરાયો છે.રસેલે પોતાની છેલ્લી વનડે 22 જુલાઇ 2018ના રોજ બાંગ્લાદેશ સામે રમી હતી. ક્રિસ ગેલ આ વખતે પોતાનો અંતિમ વર્લ્ડ કપ રમશે. ઇંગ્લેન્ડ સામે જોરદાર બોલિંગ કરનારા શેલ્ડન કોટ્રેલને પણ ટીમમાં સમાવાયો છે.
વર્લ્ડ કપ માટે જાહેર કરવામાં આવેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમ : જેસન હોલ્ડર (કેપ્ટન), ફેબિયન એલેન, કાર્લોસ બ્રેથવેટ, ડેરેન બ્રાવો, શેલ્ડન કોટ્રેલ, શેનન ગેબ્રિયલ, ક્રિસ ગેલ, શિમરોન હેટમાયર, શાઇ હોપ (વિકેટકીપર), એવિન લુઇસ, એશ્લે નર્સ, નિકોલસ પુરન (વિકેટકીપર), કેમાર રોચ, આન્દ્રે રસેલ અને ઓશાને થોમસ.