ભારતીય ટીમના માજી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હવે આમ્રપાલી ગ્રુપ સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. ધોનીએ આમ્રપાલી ગ્રુપ પાસે પોતાની બ્રાન્ડીંગ અને માર્કેટીંગના બદલામાં 40 કરોડ રૂપિયાની બાકી રકમની ચુકવણી કરવાની માગ કરી હતી. ધોનીએ આરોપ મુક્યો છે કેં આમ્રપાલીએ તેની સાથે જે સમજૂતી કરી હતી તે અનુસાર રકમની ચુકવણી કરી નથી.
એ ઉલ્લેખનીય છે કે 2009માં ધોની આમ્રપાલી ગ્રુપનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો હતો. આ ગ્રુપની સાથે ધોની અંદાજે 6 વર્ષ સુધી જોડાયેલો રહ્યો હતો. 2016માં જ્યારે કંપની પર હજારો ગ્રાહકોએ ઠગાઇનો આરોપ મુક્યો હતો. એટલે ધોનીએ તેની સાથેનો પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર તરીકેનો સંબંધ તોડી નાંખ્યો હતો,
