ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલીએ પોતે જ આ વખતના વર્લ્ડ કપને સૌથી આકરો ગણાવ્યો છે, ત્યારે તે કોઇ મામલે કચાશ રહી જાય તેવું ઇચ્છતો ન હોય તે સ્વાભાવિક છે. ટીમ ઇન્ડિયા 5મી જૂને સાઉધેમ્પ્ટનમાં દક્ષિણ આફ્રિકા સામેની મેચ રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે. ત્યારે કેપ્ટન કોહલીની તૈયારી માત્ર એક બેટ્સમેન પુરતી સિમિત નથી દેખાતી. તેણે નેટ્સ દરમિયાન બોલિંગ પર પણ પોતાનો હાથ અજમાવી લીધો હતો.
ગુરૂવારે સાઉધેમ્પ્ટન ખાતે ભારતીય ટીમની નેટ પ્રેક્ટિસ વખતે વિરાટ કોહલી બોલિંગ કરતો જોવા મળ્યો હતો અને તેણે ઓફ સ્પિન બોલિંગની પ્રેક્ટિસ કરી હતી. વિરાટ કોહલી મીડિયમ પેસર તરીકે બોલિંગ કરે જ છે અને પોતાની આગેવાનીમાં અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં તેણે પાકિસ્તાન સામે બોલિંગ કરીને ટીમને જીતાડી જ હતી. પણ ગુરૂવારે તે અલગ મુડમાં દેખાયો હતો અને તેણેં ઓફ સ્પિન બોલિંગની પ્રેક્ટિસ કરી હતી.
A little warm-up before hitting the nets for #TeamIndia Skipper @imVkohli.#CWC19 pic.twitter.com/OlwbKq0czD
— BCCI (@BCCI) May 30, 2019
બીસીસીઆઇએ પોતાના સત્તાવાર ટિ્વટર હેન્ડલ પર કોહલીની ઓફ સ્પિન બોલિંગનો વીડિયો પોસ્ટ કર્યો હતો અને થોડી જ વારમાં આ વીડિયો વાયરલ બની ગયો હતો. ટિ્વટર યૂઝર્સે તો વિરાટની બોલિંગનો વીડિયો જોઇને તેને ભારતીય ટીમનો છઠ્ઠો બોલર સુદ્ધા ગણાવી દીધો હતો.