આઇપીએલની 12મી સિઝનની બીજી મેચમાં નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ વચ્ચે જંગ ખેલાશે ત્યારે કેકેઆર પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમવાનો ફાયદો ઉઠાવી શકે છે.
આ મેચમાં બધાની નજર એક વર્ષના પ્રતિબંધ પછી વાપસી કરી રહેલા ડેવિડ વોર્નર પર રહેશે પણ મારું એવું માનવું છે કે કેકેઆરની સ્પિન ત્રીપુટી કુલદીપ, સુનિલ નરીન અને પિયુષ ચાવલા વોર્નર સહિતના સનરાઇઝર્સના બેટ્સમેનોની કસોટી કરી શકે છે. આ મેચમાં કદાચ કેન વિલિયમ્સન નહી રમે. કારણ તે બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં ઘવાયો હતો.