બેંગ્લોર : ઍબી ડિવિલિયર્સના તોફાની નોટઆઉટ 82 અને માર્કસ સ્ટોઇનીસના નોટઆઉટ 46 રનની ઇનિંગને કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુકેલા 203 રનના લક્ષ્યાંક સામે કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 185 રન સુધી જ પહોંચી શકતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો 17 રને વિજય થયો હતો.
203 રનના લક્ષ્યાંક સામે અપેક્ષા અનુસાર કિંગ્સ ઇલેવન પંજાબને ક્રિસ ગેલ અને કેઍલ રાહુલે ઝડપી શરૂઆત અપાવી હતી અને બંનેઍ 3 ઓવરમાં જ બોર્ડ પર 42 રન મુકી દીધા હતા, આ સ્કોર પર ગેલ અંગત 23 રન કરીને આઉટ થયો હતો. તે પછી રાહુલ અને મયંક અગ્રવાલ મળીને સ્કોરને 100 રન પાર લઇ ગયા હતા, ત્યારે અગ્રવાલ 35 રન કરીને આઉટ થયો હતો. તે પછી થોડી જ વારમાં રાહુલ અંગત 42 ૨ રન કરીને આઉટ થયો હતો. અહીંથી નિકોલસ પુરન અને ડેવિડ મિલર સ્કોરને 173 સુધી લઇ ગયા હતા. ત્યારે મિલર 24 રન કરીને આઉટ થયો અને ઍ જ ઓવરના છેલ્લા બોલે પુરન પણ 46 રન કરીને આઉટ થયો હતો. અંતિમ ઓવરમાં પંજાબે 27 રન કરવાના આવ્યા હતા. અશ્વિને પહેલા બોલે છગ્ગો માર્યો તે પછીના બોલે ઉમેશ યાદવે અશ્વિનને અને તે પછી વિલ્જોનને આઉટ કરીને તેમની સંભાવના પર પુર્ણ વિરામ મુક્યું હતું. ઉમેશ યાદવે 3 જ્યારે સૈનીઍ 2 અને મોઇન તેમજ સ્ટોઇનીસે 1-1 વિકેટ લીધી
ડિવિલિયર્સ 44 બોલમાં 7 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 82 જ્યારે સ્ટોઇનિસ 34 બોલમાં 46 રન કરીને નોટઆઉટ
આ પહેલા કિંગ્સ ઇલેવન પંજાબે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કર્યા પછી પાર્થિવ પટેલ અને વિરાટ કોહલીઍ 3 ઓવરમાં બોર્ડ પર 35 રન મુકી દીધા હતા. તે પછી કોહલી અંગત 13 રન કરીને આઉટ થયો હતો, તે પછી પાર્થિવ થોડી ફટકાબાજી કરીને 24 બોલમાં 43 રન કરીને આઉટ થયો હતો. 71 રને 2 વિકેટ પડ્યા પછી આરસીબીઍ 81 રનના સ્કોર સુધીમાં મોઇન અલી અને અક્ષદીપ નાથની વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી ઍબી ડિવિલિયર્સ અને માર્ક્સ સ્ટોઇનીસે બાજી સંભાળી હતી. બંને શરૂઆતમાં ધીરુ રમ્યા હતા. ઍક સમયે ડિવિલિયર્સના 25 બોલમાં 25 રન હતા, જો કે તે પછી તેણે જોરદાર ફટકાબાજી કરીને 19 બોલમાં 57 રન ઝુડી કાઢ્યા હતા. તેણે અને સ્ટોઇનીસે મળીને 12 ઓવરમાં 121 રનની ભાગીદારી કરી હતી. તેમાં પણ અંતિમ 5 ઓવરમાં આ બંનેઍ મળીને 80 રન ઝુડી કાઢ્યા હતા. ડિવિલિયર્સ 82 અને સ્ટોઇનીસ 34 બોલમાં 46 રન કરીને નોટઆઉટ રહ્યા હતા.