ઑસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રોઉન્ડમાં રમાય રહેલી બીજી વન્ડે મેચ માં પાકિસ્તાને ઑસ્ટ્રેલિયાને 6 વિકેટ હરાવ્યું હતું. અહીં ઑસ્ટ્રેલિયા એ પ્રથમ બેટિંગ કરતા કેપ્ટન સ્ટીવ સ્મિત ના 60 રન ની મદદ થી 220 રન નો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાન તરફથી સૌથી સફળ ગેંદબાજ મોહમ્મદ અમીરે 47 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
મોહમ્મદ અમીરે પોતાના સાથી બોલર જુનેદ કે જે 19 મહિના પછી આંતરરાષ્ટિય ક્રિકેટ રમી રહ્યો છે બને એ ઑસ્ટ્રેલિયા ના બેસ્ટમેનોને બેકફૂટ પાર લાવી દીધા હતા જયારે બીજી તરફ સ્પિનર બોલર ઇમાદ વસીમેં પણ પીચનો ફાયદો ઉઠાવીને ઑસ્ટ્રેલિયના બેસ્ટમેનોને મુંઝવણ માં મૂકી દીધા હતા. ઇમાદે 37 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
જયારે પાકિસ્તાને 47.4 ઓવેર માં 4 વિકેટ ગુમાવીને 221 રન બાનવીને મેચ પોતાના નામે કરી હતી. પાકિસ્તાની તરફ થી પણ એમના કૅપ્ટાઈન હાફિઝે સૌથી વધુ 72 રન બનવ્યા હતા. જયારે ઑસ્ટ્રેલિયા તરફ થી સ્ટાર્ક અને ફાઉલ્કનેર ને 2-2 વિકેટ ઝડપી હતી.
આ જીત સાથે જ પાકિસ્તાને સૃખલાં માં ઑસ્ટ્રેલિયા સામે 1-1 ની બરોબરી મેળવી લીધી છે. હવે આ બેવ વચ્ચે 19 મી જાન્યુઆરી એ 3 વન્ડે મેચ રામશે.