ચેન્નઇ : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની કરિશ્માઇ ઇનિંગ છતાં ચેન્નઇ સુપર કિ્ંગ્સ માત્ર 1 રને ઍ મેચ હારી ગયું હોવાથી આવતીકાલે અહીં સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં સીઍસકેને તેના ટોપ ઓર્ડર પાસે સારા પ્રદર્શનની આશા હશે. આ તરફ સનરાઇઝર્સ હૈદારાબાદમાંથી ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોના પ્રદર્શનને કાઢી નાંખવામાં આવે તો તેમના મિડલ ઓર્ડરમાંથી કોઇ બેટ્સમેન નોંધપાત્ર પ્રદર્શન કરી શક્યો નથી. હવે આવતીકાલની મેચ જાની બેયરસ્ટોની છેલ્લી મેચ છે ત્યારે હૈદરાબાદ પોતાના મિડલ ઓર્ડર પાસે સારા પ્રદર્શનની આશા રાખતું હશે.
ચેન્નઇના ટોપ ઓર્ડરના ત્રણ બેટ્સમેન વોટ્સન, રાયડુ અને રૈના પોતાની ક્ષમતા અનુસાર પ્રદર્શન કરી શક્યા નથી
આ સિઝનમાં ચેન્નઇ સુપર કિંગ્સના ટોચના ત્રણ બેટ્સમેનના પ્રદર્શન પર નજર નાંખીઍ તો શેન વોટસને 147 રન, અંબાતી રાયડુઍ 192 રન અને સુરેશ રૈનાઍ 207 રન કર્યા છે. આ પ્રદર્શનની સામે ધોનીઍ અત્યાર સુધી 314 રન કર્યા છે. ધોનીઍ આરસીબી સામેના પરાજય પછી કહ્યુંહ હતું કે ટોચના ત્રણ બેટ્સમેનમાંથી કોઇ ઍકે ફિનિશરની ભૂમિકા ભજવવી પડશે. હવે ચેન્નઇ પોતાના મેદાન પર રમવાની હોવાથી તેઓ અહીં પ્રબળ દાવેદાર ભલે હોય પણ વર્લ્ડ કપની તૈયારી માટે સ્વદેશ પરત ફરનારો બેયરસ્ટો પોતાની અંતિમ મેચ યાદગાર બનાવવા માગશે.
બેયરસ્ટો સનરાઇઝર્સ વતી ચેન્નઇ સામે પોતાની અંતિમ મેચ રમશે
આઇપીઍલની હાલની સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદના ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટો જારદાર ફોર્મમાં છે અને 9માંથી 5 મેચ આ બંનેઍ જ જીતાડી છે. ત્યારે સનરાઇઝર્સ માટે ઍક ખરાબ સમાચાર ઍ છે કે તેમના બે ઓપનરમાંથી ઍક બેયરસ્ટો આવતીકાલે અહીં ચેન્નઇ સુપર કિંગ્સ સામે હાલની સિઝનની પોતાની છેલ્લી મેચ રમશે. તેણે કહ્યું છે કે મંગળવારની મેચ રમીને હું સ્વદેશ પરત ફરીને વર્લ્ડ કપની તૈયારી કરતી ટીમ સાથે જાડાઇશ. તેણે કહ્યું હતું કે આઇપીઍલમાં આ વખતે મજા આવી . ટીમ માટે રન બનાવવાની મને ખુશી છે અને ટોચના પાંચ બેટ્સમેનમાં સામેલ થયો તે સારું લાગી રહ્યું છે.