જયપુર : આઇપીએલની 12મી સિઝનમાં સોમવારે રાજસ્થાન રોયપ્લ પોતાના હોમ ગ્રાઉન્ડ પર કિંગ્સ ઇલેવન પંજાબ સામે મેદાને ઉતરશે ત્યારે તેઓ નવી સિઝનની શરૂઆત વિજય સાથે કરવા માગતા હશે., આ મેચથી આઇપીએલમાં વાપસી કરી રહેલા ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથ પર બધાની નજર રહેશે, ત્યારે આ તરફ મેચ પહેલા રાજસ્થાન રોયલ્સના કેપ્ટન અજિંકેય રહાણેએ ક્રિસ ગેલ અને પંજાબની ટીમ વિશે એક મોટી વાત કરતાં કહ્યું હતું કે માત્ર ગેલ જ નહીં પણ પંજાબની આખી ટીમ અમારા માટે સૌથી મોટું જોખમ છે.
રહાણેએ મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં ટી-20 ક્રિકેટના બાદશાહ ક્રિસ ગેલને એક્સ ફેક્ટર ગણાવતા કહ્યું હતું કે આ મેચમાં માત્ર ગેલ જ નહીં પણ પંજાબની આખી ટીમ જ જોખમી બની શકે તેવી છે. અમે કોઇ મેચને હળવાશથી લેતા નથી, પણ ટીમના તમામ ખેલાડી પોતાના જોરે મેચ જીતાડવાનું સાહસ ધરાવે છે. રહાણેએ વધુમાં કહ્યું હતું કે સ્ટીવ સ્મીથ સંપૂર્ણપણે ફીટ છે અને કિંગ્સ ઇલેવન પંજાબ સામેની પહેલી જ મેચમાં તે રાજસ્થાન રોયલ્સની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ હશે.
