નવી દિલ્હી : હાર્દિક પંડ્યા સાથેના કોફી વિથ કરણ શોમા થયેલા વિવાદ અંગે પહેલીવાર બોલતા ભારતીય ટીમના ખેલાડી કેઍલ રાહુલે કહ્યું હતું કે આ પ્રકરણ બન્યું તે પછી હું મારા પોતાના ચારિત્ર્ય પર શંકા કરવા સિવાય બીજું કંઇ કરી શકતો નહોતો. તેણે કહ્યું હતું કે ઍ ખુબ જ મુશ્કેલ સમય હતો, કારણકે મને ઍવી આદત નથી કે લોકો મને નાપસંદ કરે. પહેલા ૧૦ દિવસ મારી જાત પર મારા ચારિત્ર્ય પર શંકા કરવા સિવાય હું કશું કરી શક્તો નહોતો. સૌથી ખરાબ વાત ઍ લાગતી હતી કે શું તમે હકીકતમાં ઍટલા ખરાબ માણસ છો.
આ ઍવો સમય હતો જ્યારે રાહુલ બધાથી અળગો થઇ ગયો હતો. તેણે કહ્યું હતું કે પ્રામાણીકતાથી કહું તો હું બહાર નીકળવાથી ડરતો હતો. કારણ હું તેના માટે તૈયાર જ નહોતો. જા કોઇ સવાલ કરશે તો શું જવાબ આપવો તે મને ખબર નહોતી. હું પ્રેક્ટિસ માટે જતો, ઘરે પાછો ફરીને પ્લેસ્ટેશનમાં ખોવાઇ જતો, કારણ લોકોનો સામનો કરવા હું તૈયાર જ નહોતો.
