કોલકાતા : અહીંના ઇડન ગાર્ડન પર રમાઇ રહેલી આઇપીઍલ 2019ની છઠ્ઠી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે પોતાના હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ દાવ લઇને નીતિશ રાણા તેમજ રોબિન ઉથપ્પાની અર્ધસદી ઉપરાંત આન્દ્રે રસેલની જારદાર ફટકાબાજીને કારણે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટના ભોગે 218 રન બનાવ્યા હતા. જે આઇપીઍલના ઇતિહાસમાં ઇડન ગાર્ડન પર નોંધાયેલો આ સર્વોચ્ચ સ્કોર હતો. જેની સામે પંજાબ 4 વિકેટે 190 રન સુધી જ પહોંચતાં કોલકાતાનો 28 રને પરાજય થયો હતો.
219 રનના લક્ષ્યાંક સામે કિંગ્સ ઇલેવન પંજાબની શરૂઆત ખરાબ રહી હતી અને બોર્ડ પર 37 રન હતા ત્યારે કેઍલ રાહુલ અને ક્રિસ ગેલની વિકેટ પડી ગઇ હતી. મયંક અગ્રવાલ અને સરફરાઝ ખાન સ્કોરને 60 સુધી લઇ ગયા અને સરફરાઝ ખાન આઉટ થયો હતો. અગ્રવાલે તે પછી મિલર સાથે મળીને 7.4 ઓવરમાં 74 રનની ભાગીદારી કરી હતી. જાકે 134ના સ્કોર પર અગ્રવાલ અંગત 58 રન કરીને આઉટ થયો હતો. મિલર 59 રને જ્યારે મનદીપ સિંહ 33 રન કરી નોટઆઉટ રહ્યા હતા. રસેલે 2 વિકેટ ઉપાડી હતી.
આ પહેલા કિંગ્સ ઇલેવન પંજાબે ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યા પછી કોલકાતાને સુનિલ નરીન તેમજ ક્રિસ લીનની જાડીઍ ઝડપી શરૂઆત અપાવી હતી. બંનેઍ 2.4 ઓવરમાં બોર્ડ પર 34 રન મુકી દીધા હતા.
જો કે પંજાબના બોલરોઍ આ બંને ઓપનરને ટુંકા સમયમાં પેવેલિયન ભેગા કર્યા હતા. તે પછી નીતિશ રાણા અને ઉથપ્પાઍ મળીને ઇનિંગને સંભાળી 12મી ઓવર સુધીમાં સ્કોરને 100 પાર લઇ ગયા હતા. બંને વચ્ચે 110 રનની ભાગીદારી થઇ હતી. નીતિશ 34 બોલમાં 7 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 63 રન કરીને આઉટ થયો હતો. તે પછી આન્દ્રે રસેલ બેટિંગમાં આવ્યો હતો. થોડી જ વારમાં શમીઍ તેને બોલ્ડ કર્યો પણ સર્કલની અંદર માત્ર ત્રણ જ ખેલાડી હોવાથી ઍ નો બોલ જાહેર થયો હતો અને રસેલે પોતાને મળેલા આ જીવતદાનનો ફાયદો ઉઠાવીને ધડબડાટી બોલાવીને 17 બોલમાં 5 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 48 રન કરીને આઉટ થયો હતો. ઉથપ્પા 67 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.