જયપુર : કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આજની મેચમાં બીજી ઇનિંગ દરમિયાન ૧૩મી
ઓવરના અંતિમ બોલે અશ્વિન રન અપ લઇને બોલ ફેંકવા આવ્યો ત્યારે જોસ બટલર ક્રિઝ છોડીને આગળ
નીકળી ગયો હતો, અશ્વિને બોલ ફેંકવાને બદલે નાના છોકરાઓની રમતમાં થાય તેમ નોન સ્ટ્રાઇક પર બેલ્સ
પાડી દઇને રન આઉટની અપીલ કરી હતી અને તેના કારણે બટલર રન આઉટ થયો હતો. તે રનઆઉટ થયો
ત્યાંથી ગેમ બદલાઇ ગઇ હતી. હકીકતમાં કોઇપણ બેટ્સેન આ રીતે ક્રિઝ છોડતો હોય ત્યારે તેને વોર્નિંગ આપવી
જાઇઍ, પણ અશ્વિને કોઇ જાતની વોર્નિંગ વગર બટલરને આઉટ કર્યો હતો. અશ્વિનનુ આ બાબતે ઍવું કહેવું હતું કે
મારું માત્ર ઍટલું જ કહેવું છે કે આ મારા અધિકાર ક્ષેત્રની વાત છે.
ક્રિકેટના કેટલાક જાણકારો માને છે કે બેટ્સમેનને આ રીતે માંકડિંગ કરવા પહેલા બોલરે તેને ઍકવાર ચેતવણી
આપવી જાઇઍ. જાકે નિયમો અનુસાર આવી ચેતવણી આપવી જરૂરી નથી પણ આ પ્રકારે બેટ્સમેનને આઉટ
કરવો ઍ સ્પીરિટ ઓફ ધ ગેમ માટે સારું નથી. ક્રિકેટની ભાષામાં આ રીતે રનઆઉટ કરવો ઍ માંકડિંગ રનઆઉટ
કહેવાય છે અને બોલર કોઇ ચેતવણી આપવા વગર આવું પગલુ ભરે તે સ્પોર્ટ્સમેન સ્પિરીટ વિરુદ્ધનું ગણાય છે.
વિનુ માંંકડે આ રીતે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનને ચેતવણી આપીને પછી રનઆઉટ કર્યો હતો અને ત્યારથી આ
પ્રકારે રનઆઉટ કરવો ઍ માંકડિંગ રનઆઉટ કહેવાય છે.
