નવી દિલ્હી : કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન રવિચંદ્રન અશ્વિને જાસ બટલરને માકંડેડ રન આઉટ કર્યો તેના કારણે તેની ટીકા થઇ રહી છે, ત્યારે ૭ વર્ષ પહેલા પણ તેણે આવી હરકત કરી હતી, જા કે તે સમયે મેદાન પર હાજર દિગ્ગજ સચિન તેંદુલકરે નિર્ણય બદલાવ્યો હતો.
બ્રિસ્બેનમાં કોમનવેલ્થ બેન્ક સિરીઝની શ્રીલંકા સામેની મેચમાં અશ્વિને લાહિરુ થિરિમાનેને માકંડિંગ આઉટ કર્યો હતો. તે સમયે સેહવાગ કાર્યકારી કેપ્ટન હતો અને મેદાન પર સચિન પણ હતો. સચિને સેહવાગ સાથે વાત કરીને થિરિમાને વિરુદ્ધની અપીલ પાછી ખેંચાવડાવી હતી. તે સમયે પણ અશ્વિન નિયમોનુસાર સાચો હતો પણ વાત સ્પોર્ટસમેન સ્પિરીટની હોય ત્યારે સીનિયર ખેલાડીઓની માન્યતા તેનાથી અલગ હોય ઍ સ્વાભાવિક છે.