અહીં રમાયેલી ત્રીજી ટી-20માં દીપક ચાહરના જોરદાર બોલિંગ પ્રદર્શન અને વિરાટ કોહલી તેમજ ઋષભ પંતની અર્ધસદીઓના કારણે ભારતીય ટીમે વેસ્ટઇન્ડિઝને 7 વિકેટે હરાવી ટી-20 સિરીઝ 3-0થી જીતી લઇને ચોથીવાર કોઇ ટીમને 3-0થી ક્લિનસ્વીપ કરી હતી. આ સાથે જ ભારતીય ટીમે ટી-20 વર્લ્ડકપ ચેમ્પિયન વેસ્ટઇન્ડિઝ સામે સતત 6 મેચ જીતવાનો રેકોર્ડ કર્યો હતો. આ બાબતે પાકિસ્તાન 5 વિજય સાથે ભારત પછીના બીજા ક્રમે છે.
વેસ્ટઇન્ડિઝ સામે ગયાનામાં રમાયેલી ત્રીજી ટી-20માં ભારતીય ટીમે 7 વિકેટે વિજય મેળવીને 3 ટી-20 મેચની સિરીઝ 3-0થી જીતી લઇને વેસ્ટઇન્ડિઝને ક્લિનસ્વીપ કર્યું હતું. ભારતીય ટીમે આ વિજય સાથે વેસ્ટઇન્ડિઝ સામે સતત 6 ટી-20 મેચ જીતવાનો રેકોર્ડ કર્યો હતો. આ ટી-20 પહેલા ભારતીય ટીમ પાકિસ્તાન સાથે 5-5 વિજય મેળવીને સંયુક્ત રહી હતી. આ તરફ વેસ્ટઇન્ડિઝની ટીમ માટે આ પરાજય તેમનો કુલ 58મો પરાજય રહ્યો હતો, અને તેની સાથે જ તેઓ ટી-20માં સર્વાધિક મેચ હારવા મામલે પહેલા નંબરે આવી ગયા હતા.
વેસ્ટઇન્ડિઝની ટીમ આ પરાજયની સાથે જ ટી-20 ઇન્ટરનેશનલ મેચોમાં સર્વાધિક પરાજય મેળવનારી ટીમ બની છે. વેસ્ટઇન્ડિઝની ટીમ આ સાથે કુલ 58 મેચ હારી ચુકી છે. શ્રીલંકા અને બાંગ્લાદેશ 57-57 મેચ હારીને બીજા ક્રમે છે. ટી-20માં સર્વાધિક મેચ હારવા મામલે 10 ટોચની રેન્કિંગ ટીમોમાં ભારતીય ટીમ 41 પરાજય સાથે છેલ્લા ક્રમે છે.