માજી ક્રિકેટરોના મતે રાયડુના સ્થાને શંકર નહીં પણ રહાણે જેવા કોઇ અનુભવીની પસંદગી કરવાની હતી
નવી દિલ્હી : ભારતીય ટીમમાં છેલ્લા ઍક વર્ષ કરતાં વધુ સમયથી નંબર ચારના બેટ્સમેન તરીકેની જવાબદારી સંભાળતા અંબાતી રાયડુને બહાર મુકીને તેના સ્થાને પસંદગીકારોઍ કોઇ અનુભવી બેટ્સમેનને પસંદ કરવાને બદલે વિજય શંકર જેવા અોછા અનુભવીની પસંદગી કરીને ભારતીય પસંદગીકારોઍ મોટું જાખમ ખેડયુ હોવાનું માજી ક્રિકેટરો સહિતના લોકો માને છે.
ભારતીય ટીમમાં ટોચના સ્થાને રોહીત શર્મા, શિખર ધવન અને વિરાટ કોહલી જેવા બેટ્સમેન છે, ત્યારે ચોથા ક્રમ જેવા નાજૂક સ્થાને ટીમને અનુભવી બેટ્સમેનની ઘટ વર્તાઇ શકે છે. ચોથા ક્રમે ઍક ઍવા બેટ્સમેનની જરૂર હતી જે ઇનિંગને સંભાળી શકે અને તેથી કેટલાક માજી ક્રિકેટરોઍ અજિંકેય રહાણેને ફરી તક આપવાની દલીલ કરી હતી. માજી કેપ્ટન સૌરવ ગાંગુલીઍ તો ટેસ્ટ નિષ્ણાંત ચેતેશ્વર પુજારાને તક આપવાની ભલામણ કરી હતી, કે જે ટોપ અોર્ડર ફેલ જાય તો ઇનિંગ સંભાળી શકે.
હાલમાં પસંદ થયેલી ટીમને ધ્યાને લેતા ઍવું માની શકાય કે શંકર અથવા રાહુલ બેમાંથી ઍક ચોથા ક્રમે બેટિંગમાં આવી શકે છે તે પછી ધોની અને કેદાર જાદવ પાંચમા અને છઠ્ઠા ક્રમે આવશે. નીચલા મધ્યમક્રમે ૭મો ક્રમ મહત્વપૂર્ણ છે અને ત્યાં હાર્દિક ઍકદમ ફીટ બેસે છે. બધા ઍવું માને છે કે ટોપ અોર્ડર ઍકદમ મજબૂત છે, પણ જા કોઇ મેચમાં આ ત્રણે બેટ્સમેન ફેલ જાય તો બધી જવાબદારી મિડલ અોર્ડર પર આવશે અને તેવા સમયે ચોથા ક્રમે અનુભવી બેટ્સમેનનું મહત્વ સમજાશે.
