સેન્ટ જોસ : વેસ્ટઇન્ડિઝના ધુંરધર ટેસ્ટ બેટ્સમેન શિવનારાયણ ચંદરપોલે ટી-20 ક્રિકેટમાં વિસ્ફોટક બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ કર્યો છે. 44 વર્ષના ચંદરપોલે ઍડમ સેનફોર્ડ ક્રિકેટ ફોર લાઇફ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન કેરિબી લુંબર બોલ પાર્કમાં મેડ ડોગની ટીમ વતી રમતાં વિસ્ફોટક બેટિંગ કરી હતી. તેણે ડ્વેન સ્મિથ સાથે મળીને દાવની શરૂઆત કરતાં 76 બોલમાં 25 ચોગ્ગા અને 13 છગ્ગાની મદદથી 210 રન ઝુડી કાઢ્યા હતા.
તેની બેવડી સદીને કારણે મેડ ડોગની ટીમે બોર્ડ પર 303 રનનો સ્કોર મુક્યો હતો. તે કોઇપણ ટી-૨૦માં કોઇપણ ટીમ દ્વારા બનાવાયેલો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. મેડ ડોગે આ મેચ 192 રને જીતી હતી, અને ઍ પણ ટી-૨૦માં મેળવેલો સૌથી મોટો વિજય રહ્યો હતો. ડ્વેન સ્મીથે 29 બોલમાં 54 રન બનાવ્યા હતા.