નવી દિલ્હી : ધુંઆધાર ફટકાબાજી માટે જાણીતી આઇપીએલની હાલની સિઝનમાં 500થી વધુ છગ્ગા ફટકારયા છે,. જો કે ગત સિઝનની સરખામણીએ હાલની સિઝનમાં આ આંકડે પહોંચવામાં સ્પીડ થોડી ધીમી રહી છે. સોમવારે ઋષભ પંતે જયદેવ ઉનડકટની બોલિંગમાં છગ્ગો ફટકાર્યો તે હાલની સિઝનનો 500મો છગ્ગો રહ્યો હતો. સિક્સ ફટકારવારની સૌથી ઝડપી સ્પીડ ગત સિઝનમાં જોવા મળી હતી. 2018ના વર્ષમાં માત્ર 34 મેચની 67મી ઇનિંગમાં જ 500 છગ્ગાનો આંકડો સ્પર્શી લેવાયો હતો. જ્યારે હાલની સિઝનમાં 80મી ઇનિંગમાં આ આંકડે પહોંચાયું છે,.
છગ્ગા લાગવાની દૃષ્ટિએ સૌથી ધીમી સ્પીડ 2011માં રહી હતી. તે સમયે 60 મેચ પછી 500 છગ્ગા પુરા થયા હતા. હાલની સિઝનને જો ધ્યાને લેવામાં આવે તો સૌથી વધુ છગ્ગા કોલકાતા નાઇટ રાઇડર્સના વિસ્ફોટક બેટ્સમેન આન્દ્રે રસેલે ફટકાર્યા છે. તે 41 છગ્ગા ફટકારી ચુકયો છે. બીજા નંબરે 31 છગ્ગા સાથે કિંગ્સ ઇલેવન પંજાબનો ક્રિસ ગેલ છે, તે પછી 19 છગ્ગા સાથે સનરાઇઝર્સ હૈદરાબાદનો ડેવિડ વોનર્રનો નંબર છે. ભારતીયોમાં સૌથી વધુ 18 છગ્ગા કોલકાતા નાઇટ રાઇડર્સના નીતિશ રાણાએ ફટકાર્યા છે. જ્યારે ધોની અને હાર્દિક પંડ્યાએ 17-17 છગ્ગા ફટકાર્યા છે.