ગત વર્ષે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર ઍબી ડિવિલિયર્સે આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ પહેલા ટીમ સાથે જોડાવાનો પ્રયાસ કર્યો હોવા સંબંદે ઉઠેલા વિવાદ પર પોતાની ચુપકીદી તોડતાં કહ્યું હતું કે તેણે કદી અંતિમ સમયે ટીમ સાથે જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી નહોતી. ડિવિલિયર્સે પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું હતું કે મેં કોઇ શરત પણ મુકી નહોતી. મે ટુર્નામેન્ટ શરૂ થવાના થોડા સમય પહેલા ટીમ સાથે જાડાવાનો ન તો કોઇ પ્રયાસ કર્યો કે ન તો મને ટીમ સાથે જાડાવાની કોઇ આશા હતી. મારા તરફથી આ બાબતે કંઇ થયું નહોતું.
વર્લ્ડકપ દરમિયાન દક્ષિણ આફ્રિકન ટીમની નિષ્ફળતા સમયે ઍવા મીડિયા રિપોર્ટ આવ્યા હતા કે ડિવિલિયર્સે ટીમ સાથે જાડાવાની દરખાસ્ત કરી હતી પણ ટીમ મેનેજમેન્ટે તે નકારી હતી. ડિવિલિયર્સે કહ્યું હતું કે નિવૃત્તિના ઍક દિવસ પહેલા મને અંગત રીતે ઍવું પુછાયું હતું કે કે શું તુ વર્લ્ડકપમાં રમી શકીશ, પણ તે પછી મને તેના માટે કોઇ પ્રસ્તાવ મળ્યો નહોતો. તેણે પોતાની અને ડિવિલિયર્સ વચ્ચે થયેલી ચેટને જાહેર કરવા અંગે દુખ વ્યક્ત કર્યુ હતું. તેણે કહ્યું હતું કે મને ખોટો ચિતરવામાં આવ્યો, પણ મારી લાગણી સાફ હતી.