બેંગ્લોર : મિસ્ટર 360 ડિગ્રી તરીકે જાણીતા એબી ડિ વિલિયર્સની તોફાની બેટિંગનો નજારો ફરી એકવાર બેંગ્લોરમાં જોવા મળ્યો હતો.ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 12મી સિઝનની 42મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી)ના આ દિગ્ગજ બેટ્સમેને કિંગ્સ ઇલેવન પંજાબ સામે માત્ર 44 બોલમાં નોટઆઉટ 82 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 7 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા.
WATCH: One handed, out of the ground – AB style ??
Full video here ?? https://t.co/Fi20zy6EYm #RCBvKXIP pic.twitter.com/Drs7UBrQDb
— IndianPremierLeague (@IPL) April 24, 2019
તેણે પોતાની ઇનિંગની શરૂઆત ધીમી કરી હતી અને 25 બોલમાં તેના માત્ર 25 રન હતા. જો કે તેપછી તેણે એવી તોફાની બેટિંગ કરી કે તે પછીના 19 બોલમાં તેણે 57 રન ઝુડી કાઢ્યા હતા. તેણે મહંમદ શમીની એક ઓવરમાં 21 રન ફટકાર્યા હતા. જેમાં એક છગ્ગો એક હાથે તેણે માર્યો હતો, જેનો ઇન્ડિયન પ્રીમિયર લીગે પોતાના ટિ્વટર હેન્ડલ પર એ વીડિયો શેર કર્યો હતો.. ડિવિલિયર્સે એક હાથે મારેલા છગ્ગા દરમિયાન બોલ સ્ટેડિયમ બહાર ગયો હતો.