ઢાકા,: બાંગ્લાદેશે પણ ઇંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કપ માટે પોતાની ટીમ જાહેર કરી છે, આ ટીમમાં ઍકમાત્ર નવા ચહેરા તરીકે અબુ ઝાયેદને સ્થાન મળ્યું છે. આ ઉપરાંત છેલ્લે સપ્ટેમ્બરમાં ઍશિયા કપમાં રમેલા મુસદ્દક હુસેનની ટીમમાં વાપસી થઇ છે. 25 વર્ષના અબુ ઝાયેદે ગત વર્ષે ટેસ્ટ ટીમમાં પદાર્પણ કર્યુ હતું અને તે બાંગ્લાદેશ માટે ૩ ટી-20 મેચ પણ રમી ચુક્યો છે. જા કે તે હજુ સુધી વનડેમાં રમ્યો નથી, ઍ હિસાબે વર્લ્ડ કપમાંં તેનું વનડે ડેબ્યુ થઇ શકે છે. ટીમના કેપ્ટન તરીકે મશરફી મુર્તઝાને જાïળવી રખાયો છે.
વર્લ્ડ કપ માટે બાંગ્લાદેશની ટીમ : મશરફી મુર્તઝા (કેપ્ટન), તમિમ ઇકબાલ, લિટન દાસ, સોમ્ય સરકાર, મુશફિકર રહીમ, મહમુદુલ્લાહ રિયાદ, શકિબ અલ હસન, મહંમદ મિથુન, શબ્બીર રહેમાન, મુસદ્દક હુસેન મહંમદ સૈફુદ્દીન, મહેંદી હસન, રુબેલ હસન, મુસ્તફિઝુર રહેમાન, અબુ ઝાયેદ.