કાબુલ : અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા સોમવારે ઇંગ્લેન્ડમાં રમાનારા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ માટેની પોતાની 15 સભ્યોની ટીમ જાહેર કરી દીધી છે. આ સાથે અફઘાનિસ્તાનની ટીમ બીજીવાર વર્લ્ડ કપમાં ભાગ લેશે. ટીમનું સુકાન ગુલબદીન નૈબને સોપવામાં આવ્યું છે. માજી કેપ્ટન અસગર અફઘાન, રાશિદ ખાન, મહંમદ નબી, મુજીબ ઉર રહેમાન અને મહંમદ શહઝાદ જેવા સ્ટાર ખેલાડીઓ આ ટીમમાં સામેલ છે.
આશ્ચર્યની વાત એ છે કે 2015ના વર્લ્ડ કપમા અફઘાનિસ્તાનના એકમાત્ર વિજયમાં મહત્વની ભૂમિકા ભજવનારા ડાબોડી ઝડપી બોલર શાપુર ઝાદરાનને આ ટીમમાં સ્થાન મળ્યું નથી. આ ટીમમાં હામિદ હસનને સ્થાન અપાયું છે જે ત્રણ વર્ષ પછી ટીમમાં વાપસી કરશે. તેણે 32 મેચ રમીને 56 વિકેટ ઉપાડી છે. હામિદે પોતાની છેલ્લી વનડે 2016માં આયરલેન્ડ સામે રમી હતી.
વર્લ્ડ કપ માટેની અફઘાનિસ્તાનની ટીમ : ગુલબદીન નૈબ (કેપ્ટન). મહંમદ શહઝાદ (વિકેટકીપર), નુર અલી જાદરાન, હઝરતુલ્લાહ ઝઝઇ, રહમત શાહ, અસગર અફઘાન, હશમતુલ્લા શાહિદી, નઝીબુલ્લાહ ઝાદરાન, સમીઉલ્લાહ શિનવારી, મહંમદ નબી, રાશિદ ખાન, દવાલચ ઝાદરાન, આફતાબ આલમ, હામિદ હસન અને મુજીબ ઉફ રહેમાન.
રિઝર્વ ખેલાડી : ઇકરામ અલીખિલ, કરીમ જાનત સૈયદ અહમદ શિરઝાદ