અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમના વર્લ્ડકપ 2019માં શરમજનક પ્રદર્શન પછી કેપ્ટન ગુલબદીન નૈબની કેપ્ટનપદેથી હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. તેને હટાવી દઇને રાશિદ ખાનને અફઘાનિસ્તાનની ત્રણેય ફોર્મેટની ટીમનો કેપ્ટન બનાવી દેવાયો છે. ટીમના માજી કેપ્ટન અસગર અફઘાનને ટીમનો વાઇસ કેપ્ટન બનાવાયો છે.
વર્લ્ડકપ શરૂ થવા પહેલા અસગર અફઘાનને હટાવીને તેના સ્થાને ગુલબદિનને કેપ્ટન બનાવાયો હતો અને રાશિદને ટી-20 ટીમનું સુકાન સોંપાયું હતું. જ્યારે રહમત શાહને ટેસ્ટ ટીમનો સુકાની બનાવાયો હતો. જો કે વર્લ્ડકપમાં શરમજનક પરાજય પછી આ મોટો ફેરફાર કરાયો છે.