લંડન : ઇંગ્લેન્ડના બેટ્સમેન એલેક્સ હેલ્સનું નામ વર્લ્ડ કપ માટેના પ્રારંભિક 15 સંભવિતોમાં પોતાનું નામ હોવા છતાં અંગત કારણોસર અચાનક નિવૃત્તિ લઇને બધાને ચોંકાવી દીધા છે. નોટિગહામ શાયર ક્લબે કહ્યું હતું કે એલેક્સ હેલ્સે અંગત કારણોસર પોતે પસંદગી માટે ઉપલબ્ધ ન હોવાનું જણાવી દીધું છે. તે ક્યાં સુધી ક્રિકેટ એક્શનમાં પાછો ફરશે તેની કોઇ પણ પ્રકારની માહિતી નથી.
હેલ્સે શુક્રવારે નોટિંઘમશાયર તરફથી લેન્કેશાયર વિરુદ્ધ મચ નથી રમી. 30 વર્ષનો આ ઓપનર આયરલેન્ડ વિરુદ્ધની એકમાત્ર વનડે અને ત્રીજી મેથી પાકિસ્તાન સામેની પાંચ મેચની વનડે સિરીઝ તેમજ ટી-20 ઇન્ટરનેશનલ સિરીઝ માટે ઉપલબ્ધ રહેશે કે નહીં તે પણ હજું સ્પષ્ટ નથી. આ ઇંગ્લેન્ડની વર્લ્ડ કપ પહેલા અંતિમ ઇન્ટરનેશનલ સિરીઝ હશે. તે પછી 30મી મેથી 14 જુલાઇ સુધી ક્રિકેટનો મહાકુંભ યોજાશે.
વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલી ઇંગ્લેન્ડની પ્રારંભિક ટીમમાં એ જ ખેલાડીઓને જાળવી રખાયા છે જેમણે વેસ્ટઇન્ડિઝ સામેની સિરીઝ રમી હતી. ઝઢપી બોલર જોફ્રા આર્ચરને તેમાં તક મળી નથી. જોકે સસેક્સના આ ઓલરાઉન્ડરને પાકિસ્તાન સામેની 8 મેથી શરૂ થનારી પાંચ મેચની સિરીઝમાં પોતાની પ્રતિભા દાખવવાની તક મળશે,