નવી દિલ્હી તા. 05 : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના કોષાધ્યક્ષ અનિરુદ્ધ ચૌઘરીએ 2010માં થયેલા સ્પોટ ફિક્સીંગ બાબતે માહિતી હોવા છતા આઇસીસીની એન્ટી કરપ્શન યુનિટને તેની માહિતી ન આપવા બાબતે પાકિસ્તાનના માજી કેપ્ટન શાહિદ આફ્રિદીની ટીકા કરી હતી. ચૌધરીએ ટિ્વટર પર લખ્યું હતું કે હકીકતમાં જ્યારે તેને આ બાબતે એકવાર જાણ થઇ ગઇ તો તેણે તરત જ આઇસીસીની એન્ટી કરપ્શન યુનિટને તેની જાણ કરવાની હતી. એસીયુ કેવી રીતે તેની માહિતી પર કામ કરે તે જોવાનું તે સમયે રસપ્રદ રહ્યું હોત.
Actually, once he became aware, he ought to have immediately reported it to the Anti Corruption Unit of the @ICC . How the ACU dealt with the information of him not having reported this would be interesting because it was a failure of his obligation Inder the code. https://t.co/BDUoHuV505
— Anirudh Chaudhry (@AnirudhChaudhry) May 4, 2019
આઇસીસીના નિયમ અનુસાર સ્પર્ધકોએ કોઇ પણ જાતના વિલંબ વગર તમામ સંપર્ક, ભ્રષ્ટાચાર સંબંધી માહિતીઓ, ભ્રષ્ટાચારમાં સામેલ થવા માટેનું નિમંત્રણ આપવા જેવી તમામ માહિતીની જાણકારી એ.સીયુને આપવી જોઇએ, આફ્રિદીએ પોતાની આત્મકથા ગેમ ચેન્જરમાં કહ્યું છે કે 2010માં થયેલા સ્પોટ ફિકસીંગ કાંડ પહેલા તેણે પોતાના સાથી સલમાન બટ, મહંમદ આમિર અને મહમંદ આસિફના ખોટા કામ અંગે ટીમ મેનેજમેન્ટને માહિતી આપી હતી.
આફ્રીદીએ કહ્યું હતું કે તેણે જ્યારે આ મુદ્દો ટીમ મેનેજમેન્ટ સામે ઉઠાવ્યો ત્યારે ટેસ્ટ કેપ્ટનશિપ છોડીને તેણે તેની ભરપાઇ કરવી પડી હતી. આફ્રિદીનું એવું કહેવું છે કે આ પ્રકરણનો મુખ્ય કાવતરાખોર એજન્ટ અજહર માજીદ અને ખેલાડીઓની વાતચીતથી તે માહિતગાર હતો, તેણે કહ્યું હતું કે આ વાતચીત 2010ના શ્રીલંકા પ્રવાસમાં એશિયા કપ દરમિયાન થઇ હતી. તેનું કહેવું હતું કે મેં રેકેટમાં સામેલ મુળ પુરાવા પકડી લીધા હતા. જે ફોન મેસેજ તતરીકે સ્પોટ ફિક્સીંગ વિવાદમાં સામેલ ખેલાડીઓ વિરુદ્ધ હતા.