Anmolpreet Singh: પંજાબના બેટ્સમેન અનમોલપ્રીત સિંહે 35 બોલમાં બનાવી સદી, યુસુફ પઠાણનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
Anmolpreet Singh :પંજાબના બેટ્સમેન અનમોલપ્રીત સિંહે વિજય હજારે ટ્રોફી 2024-25માં ઈતિહાસ રચ્યો છે. તેણે અરુણાચલ પ્રદેશ સામે માત્ર 35 બોલમાં સદી ફટકારી, તેને લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બન્યો. આ સાથે તેણે પૂર્વ ભારતીય બેટ્સમેન યુસુફ પઠાણનો 14 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. યુસુફ પઠાણે 2010માં 40 બોલમાં સદી ફટકારી હતી.
અનમોલપ્રીતે 45 બોલમાં 115 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, જેમાં 12 ફોર અને 9 સિક્સ સામેલ હતી. તેની સદી લિસ્ટ-એ ક્રિકેટના ઈતિહાસમાં ત્રીજી સૌથી ઝડપી સદી બની ગઈ છે. અનમોલપ્રીત હવે માત્ર ઓસ્ટ્રેલિયાના જેક ફ્રેઝર-મેકગર્ક (29 બોલમાં સદી) અને દક્ષિણ આફ્રિકાના એબી ડી વિલિયર્સ (31 બોલમાં સદી) કરતાં પાછળ છે.
લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી
1. 29 બોલ – જેક ફ્રેઝર-મેકગર્ક (ઓસ્ટ્રેલિયા) – 2023
2. 31 બોલ – એબી ડી વિલિયર્સ (દક્ષિણ આફ્રિકા) – 2015
3. 35 બોલ – અનમોલપ્રીત સિંહ (ભારત) – 2024
4. 36 બોલ – કોરી એન્ડરસન (ન્યૂઝીલેન્ડ) – 2014
5. 36 બોલ – ગ્રેહામ રોઝ (ઇંગ્લેન્ડ) – 1990
અનમોલપ્રીત સિંહ માત્ર 6 બોલમાં વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું ચૂકી ગયો, કારણ કે જેક ફ્રેઝર-મેકગર્કે 29 બોલમાં સદી ફટકારીને રેકોર્ડ બનાવ્યો હતો.
પંજાબની જીત
આ મેચમાં પંજાબે 165 રનનો ટાર્ગેટ માત્ર 12.5 ઓવરમાં એક વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.