મુંબઇ : ભારતીય ટીમ મેનેજમેન્ટ હાલમાં ઇંગ્લેન્ડમાં યોજાનારા વર્લ્ડ કપ માટેની તૈયારી કરી રહ્યું છે. જા કે ટીમ મેનેજમેન્ટ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની હિતોના ટકરાવની નીતિથી ખુશ નથી. બોર્ડની આ નીતિને કારણે આઇપીઍલમાં કોચિંગ અને તેની સાથે જાડાયેલી અન્ય જાબ્સ માટે ટીમ ઇન્ડિયાનો સપોર્ટ સ્ટાફ કોઇ ટીમ સાથે જોડાઇ શકતો નથી અને તેના કારણે વિદેશી સ્ટાફને હાયર કરવામાં આવે છે.
હિતોના ટકરાવ સંબંધી નિયમને કારણે ટીમ ઇન્ડિયાનો સ્ટાફ આઇપીઍલ ટીમો સાથે જોડાતા અચકાય છે
બોર્ડની આ નીતિથી સંતુષ્ટ ન હોવા પાછળના ઘણાં કારણો છે. ઍટલું વિચારો કે ભારતીય ટીમનો અોપનર શિખર ધવન દિલ્હી કેપિટલ્સ વતી રમે છે. તેનું કોચિંગ કરે છે રિકી પોન્ટિંગ, હવે વર્લ્ડ કપમાં પોન્ટિંગ અોસ્ટ્રેલિયન ટીમનો સહાયક કોચની ભૂમિકા ભજવશે. ઍટલું જ નહીં પોન્ટિંગની સાથે જે વ્યક્તિ ઍનલિસ્ટ તરીકે કામ કરે છે તે શ્રીરામ સોમાયાજુલા શ્રીલંકન ટીમને ઍનલિસ્ટ પણ છે. હવે આ બંને ભારતીય ટીમના ખેલાડીઅોની ઝીણામાં ઝીણી વાત કેટલી ઉંડાણથી સમજતા હશે.
આઇપીએલમાં રમતા ભારતીય ખેલાડીઓની નબળાઇ અને તાકાત જાણીને તે પ્રમાણે વિદેશી ટીમો વ્યુહરચના ઘડી શકે
આવું જ બીજું ઉદાહરણ ચેન્નઇનો પ્રસન્ના અગોરામ છે. તે દક્ષિણ આફ્રિકાની ટીમ સાથે ઍનલિસ્ટ તરીકે જાડાયેલો છે. તે હાલમાં કિંગ્સ ઇલેવન પંજાબ સાથે જાડાયેલો છે. આ બધી વાતોને સમજતા ઍવું કહી શકાય કે ભલે તમે આઇપીઍલને ઍક ખુલ્લું બજાર ગણતા હોવ, પણ તેમાં કેટલીક ભેદ રેખા રાખવી જાઇઍ. બીસીસીઆઇની પોતાની નીતિઓ છે, પણ ઍ નીતિઓ કોણ બનાવે છે તે બાબતે કોઇને કંઇ ફરક નહીં પડતો હોય. આ વાતોને ધ્યાને લઇને બીસીસીઆઇઍ હિતોના ટકરાવ સંબંધી પોતાની નીતિ પર ફેર વિચારણા કરવાનો સમય આવી ગયો છે ઍવું કહી શકાય છે.