સિડની : ઓસ્ટ્રેલિયન ટીમ વર્લ્ડકપ ૨૦૧૯માં રેટ્રો લુકમાં જાવા મળી શકે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા માટે ડ્રેસ તૈયાર
કરતાં ઍસિક્સ દ્વારા મંગળવારે વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયાનો ડ્રેસ જાહેર કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમની આ નવી
ટી-શર્ટ મુળ તો પીળા રંગની જ છે અને તેમાં કોલરનો ભાગ લાઇમ ગ્રીન છે. જ્યારે પેન્ટની કિનારીની નીચે ઍક
પાતળી લીલી પટ્ટી બનેલી છે.
આ નવો ડ્રોસ આ વર્ષે જાન્યુઆરીમાં ભારતીય ટીમ સામે રમાયેલી વનડે સિરીઝ દરમિયાન ઓસ્ટ્રેલિયન ટીમ
દ્વારા પહેરાયેલો ડ્રેસ જેવો જ આ ડ્રેસ છે. ઐઆ ડ્રેસ ૧૯૮૬માં ઍલન બોર્ડરના સુકાનીપદ હેઠળ ઓસ્ટ્રેલિયાની ટીમે
ભારતીય ટીમ સામેની સિરીઝમાં પહેરેલા ડ્રેસમાંથી પ્રેરણા લઇને તૈયાર કરાયો હતો.