રવિવારે વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 36 રને હરાવ્યું તેની સાથે જ આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં છેલ્લા 20 વર્ષથી ચાલતા આવેલા ઓસ્ટ્રેલિયાના એક આધિપત્યનો ભારતીય ટીમે અંત આણ્યો હતો.
હકીકતમાં ઓસ્ટ્રેલિયાની ટીમ છેલ્લા 20 વર્ષથી આઇસીસી વર્લ્ડ કપમાં લક્ષ્યાંકનો પીછો કરતી વખતે કોઇ મેચ હારી નહોતી. તેના આ વિજય અભિયાનને વિરાટ કોહલીની ટીમે બ્રેક મારી દીધી છે. આ પહેલા છેલ્લે ઓસ્ટ્રેલિયાની ટીમ 1999ના વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે લક્ષ્યાંકનો પીછો કરતી વખતે માત્ર 10 રને મેચ હારી ગઇ હતી.તે પછી ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપમાં 19 મેચમાં લક્ષ્યાંકનો પીછો કરીને એ તમામ મેચ જીતી હતી.