ગુરૂવારે વર્લ્ડ કપમાં જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ મેદાનમાં ઉતરશે ત્યારે તેમને આત્મવિશ્વાસથી છલકાતી બાંગ્લાદેશની ટીમ પાસેથી મજબૂત પડકારનો સામનો કરવો પડે તેવી સંભાવના છે. ઓસ્ટ્રેલિયા માટે બાંગ્લાદેશની ટીમમાંથી મુખ્ય પડકાર તો શાકિબ અલ હસન પાસેથી મળશે, હાલના વર્લ્ડ કપમાં તેણે જે પ્રકારની રમત બતાવી છે તેનાથી હરીફ ટીમો માટે તે મોટુ જાખમ બની રહ્યો છે. શાકિબ નિડરતાથી રમે છે અને સામે કોઇપણ બોલર હોય તે પ્રેશરમાં નથી આવતો અને ઍ વાત જ તેને બધાથી અલગ બનાવે છે.
ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કની બોલિંગ ડાબોડી બેટ્સમેનો માટે હંમેશા પડકારજનક રહી છે અને તેથી આવતીકાલની આ મેચમાં શાકિબ અને સ્ટાર્ક વચ્ચે સ્પર્ધા જામવાના ઍંધાણ છે. જો કે ઓસ્ટ્રેલિયા ઍ જાણે છે કે માત્ર શાકિબને ધ્યાને લઇને વ્યુહરચના બનાવી શકાય તેમ નથી. બાંગ્લાદેશના ટોપ ઓર્ડરમાં તમિમ ઇકબાલ છે, સાથે જ સૌમ્ય સરકાર અને મુશ્ફીકર રહીમ પણ છે. આ તમામ ઍવા બેટ્સમેન છે જે ઍકલા હાથે મેચનું પાસુ પલટાવી નાંખે છે. વેસ્ટઇન્ડિઝ સામેની મેચમાં લિટન દાસે રમેલી ઇનિંગ પણ ધ્યાને લેવા જેવી છે. સાથે મહમદુલ્લાહ અને મોસાદેક હુસેન પણ ફટકાબાજી કરવા માટે જાણીતા છે.
સામા પક્ષે શાકિબ અને બાંગ્લાદેશની ટીમ પણ જાણે છે કે ઓસ્ટ્રેલિયા પાસે સ્ટાર્ક સિવાય પેટ કમિન્સ, નાથન કુલ્ટર નાઇલ, જેસન બેહરનડોર્ફ જેવા ઝડપી બોલર હોવાની સાથે ઍડમ ઝમ્પા પણ છે અને ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ પણ બોલિંગમાં ઉપયોગી ફાળો આપી શકે છે. સ્ટાર્કે છેલ્લી ત્રણ મેચમાં જે રીતે બોલિંગ કરી છે તેથી તેને વધુ પ્રાથમિકતા આપવી પડશે. બેટિંગમાં ડેવિડ વોર્નર, ઍરોન ફિન્ચ, સ્ટીવ સ્મીથને વહેલા આઉટ કરવા પડશે, જા ઍમ થશે તો ઉસ્માન ખ્વાજા, સહિતના મિડલ ઓર્ડર પર દબાણ આવશે.