અહીં લોર્ડસ પર ઓસ્ટ્રેલિયાઍ ઍરોન ફિન્ચની સદીની મદદથી 7 વિકેટે 285 રન બનાવીને મુકેલા 286 રનના લક્ષ્યાંકની સામે જેસન બેહરનડોર્ફ અને મિચેલ સ્ટાર્કની જારદાર બોલિંગને પ્રતાપે ઇંગ્લેન્ડની ટીમ 221 રનમાં તંબુભેગી થઇ જતાં ઓસ્ટ્રેલિયા 64 રને મેચ જીતીને સેમી ફાઇનલ માટે ક્વોલિફાઇ થઇ ગઇ હતી.
મોર્ગને ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી તે પછી પ્રથમ દાવ લેનાર ઓસ્ટ્રેલિયાને ફરી ઍકવાર ઍરોન ફિન્ચ અને ડેવિડ વોર્નરની જોડીઍ જોરદાર શરૂઆત અપાવી હતી.બંનેઍ મળીને પ્રથમ વિકેટની ભાગીદારીમાં 123 રન ઉમેર્યા હતા અને તે સમયે સ્કોર 350 પાર જવાની સંભાવના હતી.જો કે 53 રન કરીને વોર્નર આઉટ થયો, પછી તેમની રન ગતિ ધીમી પડી હતી. ફિન્ચે તે પછી ખ્વાજા સાથે અર્ધશતકીય ભાગીદારી કરી પછી ખ્વાજા 23 રન કરીને આઉટ થયો હતો. ફિન્ચે 36મી ઓવરમાં પોતાની સદી પુરી કરી અને ઍ જ સ્કોર પર તે આઉટ થયો હતો. તે પછી મેકસવેલ અને સ્ટોઇનીસ ઝડપથી આઉટ થયા હતા.અને સ્મિથ પણ 38 રન કરીને આઉટ થયો હતો. અંતિમ ઓવરોમાં ઍલેક્સ કેરીઍ થોડા ફટકા મારીને 27 બોલમાં 38 રનની ઇનિંગ રમતા તેઓ 285 રન સુધી પહોંચ્યા હતા.
286 રનના લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી અને 53 રનના સ્કોર પર તેમણે વિન્સે, રૂટ, મોર્ગન અને બેયરસ્ટોની વિકેટ ગુમાવી દીધી હતી. જો કે તે પછી સ્ટોક્સ અને બટલરે મળીને 71 રનની ભાગીદારી કરી હતી. બટલર આઉટ થયો તે પછી સ્ચોક્સે વોક્સ સાથે 53 રનની ભાગીદારી કરી હતી, સ્ટોક્સ 89 રન કરીને આઉટ થયો તે પછી તેમની રહી સહી આશા મરી પરવારી હતી અને અંતે તેઓ 221 રને ઓલઆઉટ થયા હતા. જેસન બેહરનડોર્ફે 44 રનમાં 5 જ્યારે મિચેલ સ્ટાર્કે 43 રનમાં 4 વિકેટ ઉપાડી હતી જ્યારે બાકીની 1 વિકેટ સ્ટોઇનીશે લીધી હતી.