અમદાવાદ : ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી ધોની, વિરાટ કોહલી બાદ હવે ટીમ ઈન્ડિયામાં ઓલરાઉન્ડર અને ગુજરાતના સ્ટાર ખેલાડી અક્ષર પટેલનો કાર પ્રેમ જોવા મળ્યો છે.
અક્ષર પટેલે પોતાની નવી કારની તસવીર શેર કરી હતી. અક્ષર પટેલે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની સિરીઝ બાદ એક લેંડરોવર કાર ખરીદી છે. અક્ષરે પોતાની નવી કારની તસવીર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. અક્ષર નવી બ્લેક લેંડરોવર ડિસ્કવરી સાથે પોઝ આપતો જોવા મળી રહ્યો છે.
જાણો અહી અક્ષરની નવી કાર વિશે
– અક્ષર પટેલે જે લેંડરોવર કાર ખરીદી છે તેની કિંમત 40.57 લાખથી 53.58 લાખની રેન્જમાં આવે છે.
– આ કાર 5 પ્રકારના વેરિએન્ટ અને પેટ્રોલ-ડિઝલ એન્જિનનાં વિકલ્પ સાથે મળે છે.
– અક્ષરની નવી કાર ડિસ્કવરીની થર્ડ જનરેશનનું મોડલ છે.
– અક્ષર પટેલે ખરીદેલી કારની કિંમત 45 લાખ રૂપીયાની છે.
– અક્ષર પટેલે પાસે આ પહેલા હ્યુનડાઇની વર્ના કાર છે. ત્યાર બાદ આ તેની બીજી કાર છે.
– ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન એમએસ ધોની અને વર્તમાન સુકાની વિરાટ કોહલી સહિત ઘણા ક્રિકેટર્સ લક્ઝરી કારોના શોખીન રહ્યાં છે.