બાંગ્લાદેશ સામે અહીં રમાયેલી પોતાની અંતિમ લીગ મેચમાં પાકિસ્તાનનો બેટ્સમેન બાબર આઝમ પાકિસ્તાન વતી ઍક જ વર્લ્ડકપમાં સર્વાધિક રન કરનારો ખેલાડી બન્યો હતો. બાબરે આજે 96 રનની ઇનિંગ રમી હતી અને તેની સાથે આ વર્લ્ડ કપમાં તેના કુલ 465 રન થયા હતા ઍ તેણે આ સાથે જ 1992ના વર્લ્ડ કપમાં 437 રન કરનારા જાવેદ મિયાંદાદના રેકોર્ડને ઓવરટેક કરી લીધો હતો.
ઍક વર્લ્ડકપમાં સર્વાધિક રન કરનારા પાકિસ્તાની ખેલાડીઓ
ખેલાડી કુલ રન વર્ષ
બાબર આઝમ 465 2019
જાવેદ મિયાંદાદ 437 1992
સઇદ અનવર 368 1999
મિસ્બાહ ઉલ હક 350 2015
રમીઝ રાજા 349 1987