ધ ઓવલ ગ્રાઉન્ડ પર રમાયેલી વર્લ્ડ કપની પાંચમી મેચમાં બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરીને મુકેલા 331 રનના લક્ષ્યાંક સામે દક્ષિણ આફ્રિકા 8 વિકેટે 309 રન સુધી જ પહોંચતા બાંગ્લાદેશનો ૨૧ રને વિજય થયો હતો. શાકિબ-રહીમે 142 રનની ભાગીદારી કરી વર્લ્ડકપમાં બાંગ્લાદેશ વતી સૌથી મોટી ભાગીદારીનો રેકેર્ડ કર્યો હતો. શાકિબ-રહીમની જુગલબંધી પછી બાંગ્લાદેશી બોલરોની જોરદાર બોલિંગથી દક્ષિણ આફ્રિકા પરાસ્ત થયું હતું.
331 રનના લક્ષ્યાંક સામે ક્વિન્ટોન ડિ કોક અને માર્કરમે મળીને 49 રનની ભાગીદારી કરીને સારી શરૂઆત અપાવી હતી, આ સ્કોર પર જ ડિ કોક આઉટ થયો હતો, તે પછી માર્કરમ અને ડુ પ્લેસિસ મળીને સ્કોર 102 પર લઇ ગયા ત્યારે માર્કરમ અંગત 45 રન કરીને આઉટ થયો હતો, તે પછી ફાફ ડુ પ્લેસિસ 62 રન કરીને આઉટ થયો તેની સાથે તેમના વિજયની સંભાવના ક્ષીણ થઇ હતી, મિલર, વાન ડેર ડુસેન અને જેપી ડુમીનીઍ પોતાનાથી બનતા પ્રયાસ કર્યા હતા, પણ વધતી જતી રનરેટ અને બાંગ્લાદેશી બોલરોની જારદાર બોલિંગના કારણે તેઓ 8 વિકેટે 309 રન સુધી જ પહોંચી શકતા બાંગ્લાદેશનો 21 રને વિજય થયો હતો.
શાકિબ-રહીમે 142 રનની ભાગીદારી કરી વર્લ્ડકપમાં બાંગ્લાદેશ વતી સૌથી મોટી ભાગીદારીનો રેકેર્ડ કર્યો
આ પહેલા બાંગ્લાદેશને ઓપનર તમિમ ઇકબાલ અને સૌમ્ય સરકારે સારી શરૂઆત અપાવી હતી અને બંનેઍ 8.2 ઓવરમાં 60 રનની ભાગીદારી કરી હતી અને આ સ્કોર પર જ તમિમ અંગત 16 રન કરીને આઉટ થયો હતો. તે પછી સૌમ્ય સરકાર પણ અંગત 42 રને આઉટ થયો હતો. તે પછી ક્રિઝ પર આવેલા શાકિબ અલ હસન અને મુશ્ફીકર રહીમે મળીને 142 રનની ભાગીદારી કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. શાકિબ 75 રને, રહીમ 78 રન કરીને આઉટ થયો હતો. તે પછી મહમુદુલ્લાહ અને મોસાદ્દેક હોસેને થોડા મોટા ફટકા મારીને 48મી ઓવરમાં સ્કોર 300 પર પહોંચાડ્યો હતો અને અંતિમ ઓવરોમાં તેમણે 30 રન ઉમેર્યા હતા. મહમુદુલ્લાહ 46 રને નોટઆઉટ રહ્યો હતો.