નવી દિલ્હી : આખરે આઇપીએલ દરમિયાન યોજાનારી મીની મહિલા આઇપીએલ માટે ભારતીય ક્રિકેટ ક્ન્ટ્રોલ બોર્ડે
ત્રણ ટીમની કેપ્ટન અને તેની ખેલાડીઓની જાહેરાત કરી દીધી છે. બીસીસીઆઇની જાહેરાત અનુસાર મિતાલી
રાજ, સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ત્રણ ટીમ 6થી 11મી મે દરમિયાન જયપુરના
સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં યોજાનારી મહિલા ટી-20 ચેલેન્જ તરીકે ઓળખાવાતી મીની આઇપીએલમાં
રમશે..ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 12મી સિઝનના પ્લેઓફ વિક દરમિયાન થનારી આ ટુર્નામેન્ટમાં
મિતાલી વેલોસિટી, સ્મૃતિ મંધાના ટ્રેલબ્લેઝર્સ અને હરમનપ્રીત સુપરનોવાઝ ટીમનું સુકાન સંભાળશે, આ
ટુર્નામેન્ટમાં ભારતની મહિલા ક્રિકેટરો ઉપરાંત ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, વે્સ્ટઇન્ડિઝ, શ્રીલંકા અને બાંગ્લાદેશની મહિલા
ખેલાડીઓ ભાગ લેશે.
દરેક ટીમમાં 13-13 ખેલાડીઓની વહેંચણી થઇ છે, જેમાં 4-4 વિદેશી ખેલાડીઓ સામેલ છે. ભારતીય મહિલા ક્રિકેટ
ટીમના કોચ ડબલ્યુવી રમન સુપરનોવાઝ ટીમના બિજુ જ્યોર્જ ટ્રેલબ્લેઝર્સના અને માજી ભારતીય કેપ્ટન મમતા
મેબન વેલોસિટી ટીમના કોચ હશે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ સુપરનોવાઝ અને ટ્રેલબ્લેઝર્સ વચ્ચે 6ઠ્ઠી મેના રોજ,
બીજી મેચ ટ્રેલબ્લેઝર્સ અને વલોસિટી વચ્ચે 8મી મેના રોજ, તેમજ ત્રીજી મેચ સુપરનોવા અને વેલોસિટી વચ્ચે
9મી મેના રોજ રમાશે. ટે પછી ટોપની બે ટીમ વચ્ચે ફાઇનલ 11મી મેના રોજ જયપુરમાં રમાશે. ગત વર્ષે આઇપીએલ
દરમિયાન મુંબઇમાં મહિલાઓની એક પ્રદર્શન મેચ રમાઇ હતી.જેમાં હરમનપ્રીત કૌરની ટીમે સ્મૃતિ મંધાનાની
ટીમને 3 વિકેટે હરાવી હતી.
મીની મહિલા આઇપીએલ માટે જાહેર કરવામાં આવેલી ટીમો નીચે મુજબ છે.
સુપરનોવાઝ : હરમનપ્રીત કૌર (કેપ્ટન), અનુજા પાટીલ, અરુંધતી રેડ્ડી, ચમારી અટ્ટાપટ્ટુ (શ્રીલંકા), જેમિમા
રોડ્રિગ્સ, લી તાહૂહૂ (ન્યુઝીલેન્ડ), માનસી જોશી, નતાલી શાઇવર (ઇંગ્લેન્ડ), પૂનમ યાદવ, પ્રિયા પુનિયા, રાધા
યાદવ, સોફી ડિવાઇન (ન્યુઝીલેન્ડ) તાનિયા ભાટિયા (વિકેટકીપર)
ટ્રેલબ્લેઝર્સ : સ્મૃતિ મંધાના (કેપ્ટન), ભારતી ફુલમાલી, દયાલન હેમલતા, દીપ્તિ શર્મા, હરલીન દેઓલ, જસિયા અખ્તર, ઝુલન ગોસ્વામી, આર કલ્પના (વિકેટકીપર), રાજેશ્વરી ગાયકવાડ, શકીરા સેલ્મન (વેસ્ટઇન્ડિઝ), સૌફી એક્સલેસ્ટોન (ઇંગ્લેન્ડ), સ્ટેફની ટેલર (વેસ્ટઇન્ડિઝ) સૂઝી બેટ્સ (ન્યુઝીલેન્ડ)
વેલોસિટી : મિતાલી રાજ (કેપ્ટન), અમેલિયા કેર (ન્યુઝીલેન્ડ), ડેનિયેલા વ્યાટ (ઇંગ્લેન્ડ), દેવિકા વૈદ્ય, એકતા બિષ્ટ, હિલી મેથ્યુઝ (વેસ્ટઇન્ડિઝ), જહાંઆરા આલમ (બાંગ્લાદેશ), કોમલ ઝાંઝડ, શફાલી વર્મા, શિખા પાંડે, સુષમા વર્મા (વિકેટકીપર), સુશ્રી દિવ્યદર્શની, વેદા કૃષ્ણમૂર્તિ.