ભારતી ક્રિકેટ ટીમના બેટ્સમેન શિખર ધવન અને ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને બીસીસીઆઈએ એ પ્લસ શ્રેણીમાંથી બહાર કરી દીધા છે. બીસીસીઆઈએ ગુરૂવારે મોડી રાત્રે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે વાર્ષિક કરારની જાહેરાત કરી છે. નવા કરાર અનુસાર કેપ્ટન વિરાટ કોહલી, એક દિવસીય વાઈસ કેપ્ટન રોહિત શર્મા (વન-ડે) અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ જ એવા ખેલાડીઓ છે કે જેને એ પ્લસ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. તેનો સ્પષ્ટ અર્થ થાય છે કે ભુવનેશ્વર અને ધવનને આ શ્રેણીમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ યુવા વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંતને એ શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયાના નવા ગ્રેડ આ પ્રકારે છે:
ગ્રેડ એ પ્લસ: વાર્ષિક સાત કરોડ રૂપિયા મેળવનારા ખેલાડીઓની યાદી
– વિરાટ કોહલી
– રોહિત શર્મા
– જસપ્રીત બુમરાહ
ગ્રેડ એ: વાર્ષિક પાંચ કરોડ રૂપિયા મેળવનારા ખેલાડીઓની યાદી
– આર અશ્વિન
– રવિન્દ્ર જાડેજા
– ભુવનેશ્વર કુમાર
– ચેતેશ્વર પુજારા
– અજિંક્ય રહાણે
– એમએસ ધોની
– શિખર ધવન
– મોહમ્મદ શમી
– ઈશાંત શર્મા
– કુલદીપ યાદવ
– ઋષભ પંત
ગ્રેડ બી: વાર્ષિક ત્રણ કરોડ રૂપિયા મેળવનારા ખેલાડીઓની યાદી
– કે એલ રાહુલ
– ઉમેશ યાદવ
– કુલદીપ યાદવ
– યુજવેન્દ્ર ચહલ
– હાર્દિક પંડ્યા
ગ્રેડ સી: વાર્ષિક એક કરોડ રૂપિયા મેળવનારા ખેલાડીઓની યાદી
– કેદાર જાધવ
– દિનેશ કાર્તિક
– અંબાતી રાયુડૂ
– મનીષ પાંડે
– હનુમા વિહારી
– ખલીલ અહમદ
– સાહા