નવી દિલ્હી : બીસીસીઆઇના લોકપાલ નિવૃત્ત જસ્ટિસ ડી કે જૈન હિતોના ટકરાવના કથિત કિસ્સામાં જો સચિન તેંદુલકર અને વીવીઍસ લક્ષ્મણને અંગત સુનાવણી માટે બોલાવશે તો બીસીસીઆઇના સીઇઓ રાહુલ જોહરી અને કાનુની ટીમ પણ ઍ દરમિયાન હાજર રેહેશે. સચિન અને લક્ષ્મણે આ મામલે પોતાનો જવાબ સોંપી દીધો છે અને બંનેઍ ક્રિકેટ ઍડવાઇઝરી કમિટી (સીઍસી)ના સભ્ય અને પોતાની સંબંધિત ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સ તેમજ સનરાઇઝર્સ હૈદરાબાદમાં મેન્ટરની બેવડી ભૂમિકામાં કોઇ પ્રકારના હિતોના ટકરાવનો ઇનકાર કર્યો છે.
બીસીસીઆઇને આશા છે કે કુદરતી ન્યાયના સિદ્ધાંત હેઠળ જસ્ટિસ જૈન સચિન અને લક્ષ્મણને સુનાવણી માટે બોલાવશે અને બોર્ડનું પ્રતિનિધિત્વ સીઇઅો જાહરી કરશે. વહીવટદારોની કમિટી (સીઓઍ)ના નિર્ણયની માહિતી ધરાવતા બીસીસીઆઇના ઍક વરિષ્ઠ અધિકારીઍ મંગળવારે કહ્યું હતું કે મીડિયામાં આવેલા કેટલાક અહેવાલોથી વિપરીત બીસીસીઆની નીતિમાં કોઇ ફેરફાર નથી. સૌરવ ગાંગુલીની જેમ લક્ષ્મણ અને સચિન પણ સાક્ષી માટે ઍથિક્સ અોફિસર સમક્ષ હાજર થશે તો રાહુલ જાહરી અને કાનૂની ટીમ પણ ત્યાં હાજર રહેશે.