નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ને આઇપીઍલની ૧૨મી સિઝની પ્લેઅોફની મેચોની ટિકીટોના વેચાણથી ૨૦ કરોડ રૂપિયાની આવક થવાની આશા છે. ગ્રુપ સ્ટેજમાં રમાયેલી મેચોની ટિકીટોના વેચાણની રકમ વિવિધ ફ્રેન્ચાઇઝીઅોને આપવામાં આવે છે, જ્યારે અંતિમ ચાર મેચોની ટિકીટ વેચાણના પૈસા બોર્ડને આપવામાં આવે છે. આઇપીઍલની ૧૨મી સિઝનની ફાઇનલ ૧૨મી મેના રોજ છે અને તે પહેલા પ્લેઅોફની મેચ રમાવાની છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બીસીસીઆઇઍ આઇપીઍલની ૧૨મી ઍડિશન માટે બહાર પાડેલા બજેટમાં ઍ દર્શાવ્યું છે કે ૨૦૧૮માં ટિકીટોના વેચાણથી જે આવક થઇ હતી તેમાં આ વખતે ૨ કરોડ રૂપિયાનો વધારો થયો છે. ગત આઇપીઍલમાં બીસીસીઆઇને ટિકીટ વેચાણથી રૂ. ૧૮ કરોડ મળ્યા હતા. હાલની સિઝનમાં ફાઇનલ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ક્વોલિફાયર-૧ ચેન્નઇમાં અને ક્વોલિફાયર-૨ તેમજ ઍલિમિનેટર વિશાખાપટ્ટનમમાં રમાશે. તમિલનાડું ક્રિકેટ ઍસોસિઍશનને ચેન્નઇના સ્ટેડિયમના આઇ, જે અને કે સ્ટેન્ડને ખોલવાની મંજૂરી ન મળતા ફાઇનલ મેચ હૈદરાબાદમાં રમાડવાનો નિર્ણય કરાયો હતો.
સામાન્યપણે પ્લેઓફની મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન અને ફાઇનલ સુધી પહોંચનારી ટીમના હોમ ગ્રાઉન્ડ પર રમાડવામાં આવે છે, જા કે કેટલીક સમસ્યાઓને કારણે બીસીસીઆઇઍ મેચ વિશાખાપટ્ટનમમાં કરાવવાનો નિર્ણય લીધો છે. ચેન્નઇમાં ૭મી મેના રોજ ક્વોલિફાયર-૧ રમાશે. તે પછી ૮ અને ૧૦ મેના રોજ ક્વોલિફાયર-૨ અને ઍલિમિનેટરની યજમાની વિશાખાપટ્ટનમ કરશે.
ટિકીટ વેચાણ પર બોર્ડનો અધિકાર હોવાથી મેચ ટ્રાન્સફર કરાઇ
નવી દિલ્હી : ચેન્નઇથી અન્ય મેદાન પર મેચ લઇ જવા પાછળનો મુળ ઉદ્દેશ બોર્ડની આવકમાં ઘટાડો ન થવા દેવાનો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી વહીવટદારોની કમિટી (સીઓઍ)ના અધ્યક્ષ વિનોદ રાયે કહ્યું હતું કે પ્લેઅોફની મેચને સ્થળાંતરીત કરવી પડશે, કારણકે આ મેચની ટિકીટના વેચાણની રકમ પર બોર્ડનો અધિકાર છે. રાયે કહ્યું હતું કે ટીઍનસીઍને સ્ટેડિયમના આઇ, જે અને કે સ્ટેન્ડને ખોલવાની મંજૂરી ન મળી તેથી અમે ચેન્નઇથી આ મેચ હૈદરાબાદ લઇ જવાનો નિર્ણય કર્યો છે. જા ચેન્નઇમાં મેચ જાળવી રખાઇ હોત તો ત્રણ સ્ટેન્ડ બંધ હોવાને કારણે આવક અોછી થઇ હોત તેથી બોર્ડે પોતાનું હિત જાઇને આ નિર્ણય કર્યો છે.