નવી દિલ્હી : ટીવી શોમાં મહિલાઓ અંગે વિવાદાસ્પદ ટીપ્પણીના મામલે સુનાવણી કરવા માટે ભારતીય ટીમના ખેલાડી હાર્દિક પંડ્યા અને કેઍલ રાહુલને સર્વોચ્ચ અદાલત દ્વારા નિયુક્ત કરાયેલા બીસીસીઆઇના લોકપાલ નિવૃત્ત જસ્ટિસ ડી કે જૈને નોટિસ મોકલાવી છે. કોફી વિથ કરણના શો પર વાંધાજનક ટીપ્પણીના કારણે વહીવટદારોની સમિતિ (સીઓઍ)ઍ પંડ્યા અને રાહુલને કામચલાઉ સસ્પેન્ડ કરી દેવાયા હતા, જો કે પછીથી લોકપાલ દ્વારા તપાસ પડતર રહે ત્યાં સુધી પ્રતિબંધ હટાવી લેવાયો હતો.
જસ્ટિસ જૈને સોમવારે જણાવ્યું હતું કે મે ગત અઠવાડિયે હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને નોટિસ મોકલાવીને સુનાવણી માટે હાજર રહેવા કહ્યું છે. જા કે હજુ ઍ સ્પષ્ટ નથી કે બીસીસીઆઇ હાલની આઇપીઍલ દરમિયાન સુનાવણી માટે પંડ્યા અને રાહુલની ફ્રેન્ચાઇઝી અનુક્રમે મુંબઇ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની સાથે સમન્વય બેઠક કરીને સુનાવણી માટે તેઓ હાજર રહે તેવી વ્યવસ્થા કઇ રીતે ગોઠવશે.
ઍવી માહિતી મળી છે કે બંને ટીમો વચ્ચે 11 ઍપ્રિલે મુંબઇમાં યોજાનારી મેચ પહેલા બંને સુનાવણી માટે હાજર રહી શકે છે. બીસીસીઆઇના ઍડહોક ઍથિક્સ ઓફિસરની જવાબદારી પણ સંભાળતા લોકપાલે ઍવું સ્પષ્ટ કર્યુ હતું કે આ મામલે તાર્કિક નિષ્કર્ષ પર પહોંચવા માટે આ બંને સુનાવણી માટે હાજર રહે તે જરૂરી છે.
