નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીઍલ) વિશ્વની સૌથી ધનિક લીગમાંથી ઍક છે, તે છતાં તેને પ્રચારની જરૂર પડે છે. આઇપીઍલની 12મી સિઝનના પ્રચાર અને પ્રસાર માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે અલગથી 50 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. રસપ્રદ વાત ઍ છે કે બીસીસીઆઇઍ 2018ની સિઝન માટે પણ ઍટલા જ નાણા ફાળવ્યા હતા.
જાહેરાતો વડે અમારું લક્ષ્ય ટિયર-ટુ શહેરો સુધી પહોંચવાનું છે : બીસીસીઆઇ અધિકારી
બીસીસીઆઇના ઍક અધિકારીઍ આઇપીઍલની પ્રચાર સંબંધી ગતિવિધિઅોની વ્યુહરચના બાબતે કહ્યું હતું કે ટુર્નામેન્ટની શરૂઆત પહેલા અને નોકઆઉટ રાઉન્ડ દરમિયાન આઇપીઍલ માટે લોકોમાં જાગ્રુતિ લાવવાનો ઉદ્દેશ તેની પાછળ હતો. તેમણે કહ્યું હતું કે સામાન્યપણે તે બે તતબક્કામાં કરવામાં આવે છે. 80 ટકા ટુર્નામેન્ટના પહેલા મહિનામાં અને બાકીનું પ્લેઅોફ પહેલા થાય છે. તમે અખબારોમાં જે જાહેરાતો જુઓ છો અને રસ્તાની સાઇડે જે જાહેરાતો જાવા મળે છે તે આ પ્રક્રિયાનો જ ઍક ભાગ છે. લીગનું પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટ્સ પણ સતત પ્રચાર અને પ્રસાર કરે જ છે.
બીસીસીઆઇના અધિકારીને જ્યારે પુછાયું કે સ્ટાર સ્પોર્ટસ પણ પ્રચાર તો કરે જ છે. તો તમારે કરવાની શું જરૂર પડે, ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે તેઓ ટીવી પર જે કરે છે તે અલગ છે. અમે ટીવી દ્વારા પ્રશંસકો સુધી પહોંચવા નથી માગતા અમારું લક્ષ્ય ટીયર ટુ શહેરો સુધી પહોંચવાનું છે.