વર્લ્ડકપ આયોજકો કે પછી આઇસીસીને કરાયેલી સુરક્ષા વધારવાની અપીલ છતાં કોઇ ઝાઝો ફરક દેખાયો નથી
વર્લ્ડકપ દરમિયાન ભારતીય ખેલાડીઅોની સુરક્ષા વ્યવસ્થા મામલે ઇન્ટરનેશનલ ક્રિકેટ પરિષદ (આઇસીસી) અને ભારતીય ટીમ મેનેજમેન્ટ વચ્ચે વિવાદ ગરમ બન્યો છે. ભારતે આ મામલે આઇસીસીને ફરિયાદ કરી છે. જો કે ઍવું લાગે છે કે તેમની અપીલની આઇસીસી પર કોઇ અસર થઇ નથી. થોડા દિવસો પહેલા ભારતીય ટીમની હોટલમાં ખેલાડીઓની પ્રાઇવસીમાં દખલ થવાની ફરિયાદ આઇસીસીને કરાઇ હતી. આ મામલે સુરક્ષા વધારવાની અપીલ કરાઇ પણ તેનાથી કોઇ ફરક પડ્યો નથી.
સૂત્રોનું કહેવું છે કે થોડા દિવસો પહેલા હોટલમાં જે થયું તેનાથી સુરક્ષા વધારવા માટે આયોજકો સાથે લાંબી ચર્ચા થઇ હતી. તેમને માહિતી આપવાનો પ્રયાસ કરાયો પણ હજુ સુધી ઍ બાબતે કોઇ ફેરફાર જાવા મળ્યો નથી. આ બાબતે જ્યારે આઇસીસીને પુછાયું તો તેમણે કહ્યું હતું કે ખેલાડીઅોની સુરક્ષાનો મામલો પ્રાથમિકતા છે અને ભારતીય ટીમની હોટલમાં કેટલાક ચાહકોઍ દખલ કર્યા પછી તેને રોકવા માટને પગલા લેવાયા છે.
ભારતીય ટીમના ઍક સૂત્રઍ કહ્યું હતું કે સુરક્ષા મામલે અપીલ કરવી ઍ સારી વાત નથી. સૂત્રઍ જણાવ્યું હતું કે આઇસીસીના નિયમ અનુસાર સુરક્ષા ઍવી હોવી જાઇઍ જે આમ દેખાય નહીં પણ મજબૂત હોય. પણ ટૂર્નામેન્ટનો માહોલ ઍવો થઇ ગયો છે કે સુરક્ષાનું અસ્તિત્વ દેખાય તેવું હોવું જરૂરી બની ગયું છે.