આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપની આજે અહીં રમાયેલી સેમી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ખરાબ શરૂઆત પછી બેટિંગમાં આવેલા વિકેટકીપર બેટ્સમેન ઍલેક્સ કેરીને ઇંગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચરનો ઍક બાઉન્સર ચહેરા પર દાઢીના ભાગે વાગતાં તેની હેલ્મેટ નીકળી ગઇ હતી અને દાઢીના ભાગેથી તેને લોહી દદડવા માંડ્યું હતું. આ પરિસ્થિતિમાં પણ કેરીઍ સચેત રહીને હેલ્મેટને સ્ટમ્પ પર પડતાં બચાવ્યું હતું.
લોહી નીકળ્યા પછી ચહેરા પર પાટાપીંડી કરીને કેરીઍ તે પછી બેટિંગ કરવાનું ચાલું રાખ્યું હતું અને સ્ટીવ સ્મિથ સાથે મળીને 113 રનની ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું હતું. કેરી 70 બોલમાં 46 રન કરીને આઉટ થયો હતો. આર્ચરનો જે બોલ તેને વાગ્યો તે 86 કિમીની ઝડપે તેના ચહેરા પર અથડાયો હતો. મેડીકલ ટીમે તેને બેન્ડેજ લગાવી તે પછી થોડીવાર પછી ફરી લોહી નીકળતાં ચહેરા પર પાટાપીંડી કરવામાં આવી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 3 વિકેટે 19 રન હતો. ત્યાંથી કેરી અને સ્મિથ સ્કોરને 117 સુધી લઇ આવ્યા હતા ત્યારે કેરી આઉટ થયો હતો.
2002માં અનિલ કુંબલેઍ પણ તૂટેલા જડબા સાથે બેટિંગ કરી હતી
ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર બેટ્સમેન ઍલેક્સ કેરીઍ આજે જડબાના ભાગે ઇજા થયા પછી પાટાપીંડી કરીને બેટિંગ કરી તેનાથી 2002ની ઍન્ટીગુઆ ટેસ્ટમાં અનિલ કુંબલેઍ તુટેલા જડબા સાથે કરેલી બેટિંગ કરી હતી તેની યાદ તાજી થઇ હતી. ઍ ટેસ્ટમાં માર્વન ડિલ્લોનનો બોલ વાગતા અનિલ કુંબલેનું જડબું તુટ્યું હતું અને લોહી નીકળ્યું હતું. તેના જડબામાં ફ્રેકચર થયું હતું, ભારતીય ઇનિંગ પુરી થયા પછી તેણે મેદાનમાં પ્લાસ્ટર સાથે બોલિંગ કરવા ઉતરીને બ્રાયન લારાની વિકેટ લીધી હતી.
2018ના ઍશિયા કપમાં તમિમ ઇકબાલે તૂટેલા કાંડા સાથે બેટિંગ કરી હતી
વર્લ્ડકપની બીજી સેમી ફાઇનલમાં ઍલેક્સ કેરીને જડબામાં ઇજા થયા પછી પણ તેણે બેટિંગ કરી તે ઘટનાને પગલે લોકોઍ સપ્ટેમ્બર 2018ના ઍશિયા કપની ઘટના પણ યાદ કરી હતી. તે સમયે સુરંગા લકમલનો બોલ વાગતાં બાંગ્લાદેશના ઓપનર તમિમ ઇકબાલનું કાડું તુટ્યું હતું, તે મેદાન બહાર ચાલ્યો હતો અને 9મી વિકેટ પડી તે પછી તે બેટિંગમાં આવ્યો હતો અને તેણે મુશ્ફીકર રહીમ સાથે 16 બોલમાં 32 રનની ભાગીદારી કરી હતી. આ મેચ બાંગ્લાદેશ 137 રને જીત્યું હતું.