આમ તો ક્રિકેટના મેદાન પર વાઇડ અને નોબોલની લ્હાણી થતી હોય છે પરંતુ, બીસીસીઆઇ મહિલા અન્ડર-19 વન ડે મેચમાં વાઇડ બોલનો વરસાદ વરસ્યો હતો. આ મેચમાં કુલ 136 વાઇડ બોલ ફેંકાયા હતા. આ પ્રકારે મેચમાં 100થી વધુ રન વાઇડ બોલથી બન્યા હતા. મણિપુર અને નાગાલેન્ડ વચ્ચે રમાયેલી બીસીસીઆઇ મહિલા અન્ડર-19 વન ડે મેચામં બંને ટીમોએ મળીને કુલ 136 વાઇડ બોલ નાંખ્યા હતા. મણિપુરની ટીમે 94 જ્યારે નાગાલેન્ડની ટીમે 42 વાઇડ બોલ નાંખ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ મેચમાં નાગાલેન્ડની મહિલા ટીમનો 117 રનથી વિજય થયો હતો.
નાગાલેન્ડની ટીમ 38 ઓવરમાં 215 રન બનાવી ઓલઆઉટ થઇ હતી. જેમાં સૌથી વધુ વાઇડ બોલના 94 રન હતા. વાઇડ બોલના કારણે મણિપુરના બોલરોને 15.4 ઓવરની વધારાની બોલિંગ કરવી પડી હતી. જ્યારે નાગાલેન્ડના લક્ષ્યનો પીછો કરતા મણિપુરની ટીમ 27.3 ઓવરમાં 98 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી.